સોનું ખરીદવાનો ઉત્તમ મોકો: ઓલ ટાઈમ હાઈથી સોનું ચાંદી થયાં સસ્તાં

નવી દિલ્હી, 5 મે 2025: સતત વધતા સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સોનુ ખરીદવા માંગતા લોકો માટે આ એક ઉત્તમ મોકો છે. સોમવારે શરૂઆતના વેપાર દરમિયાન 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹220 વધીને ₹93,734 થયો છે. અગાઉ 10 ગ્રામ સોનાનો ભાવ ₹93,954 હતો. તેવી જ રીતે, ચાંદીમાં પણ લગભગ 407 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે એક કિલો ચાંદીનો ભાવ 93,718 પ્રતિ કિલો થયો છે. જો આપણે 22 કેરેટ સોનાની વાત કરીએ તો તે 87,540 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે.
સોનાનો ભાવ તેની ઓલ ટાઈમ હાઈ સ્તરથી 5,366 રૂપિયા ઘટ્યો છેલ્લા 11 દિવસમાં સોનાના ભાવમાં તેના ઓલ ટાઈમ હાઈ સ્તરથી 5,366 રૂપિયાનો ઘટાડો થયો છે. આજે એક કિલો ચાંદીનો ભાવ ₹ 407 ઘટીને ₹ 93,718 પ્રતિ કિલો થયો છે. અગાઉ ચાંદીનો ભાવ ₹94,125 પ્રતિ કિલો હતો. આ પહેલા 21 એપ્રિલે સોનાનો ભાવ ₹99,100ના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચ્યો હતો અને 28 માર્ચે ચાંદીનો ભાવ ₹1,00,934ની ઓલ ટાઈમ હાઈ બનાવી હતી.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 95,650 રૂપિયા છે. મુંબઈમાં, 22 કેરેટ સોનું 87,540 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે, જે બેંગલુરુ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં પણ ઉપલબ્ધ છે. દિલ્હીમાં 22 કેરેટ સોનું 87,690 રૂપિયાના ભાવે કારોબાર કરી રહ્યું છે. મુંબઈ, કોલકાતા, ચેન્નાઈમાં 24 કેરેટ સોનું 95,500 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે. આજે અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ ગ્રામ ₹9,578 રૂપિયા છે એટલે કે 10 ગ્રામ સોનાનો ભાવ 95,780 રૂપિયા છે.
મુંબઈમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 87,750 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 95,730 રૂપિયા છે. ભોપાલમાં 22 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 87,800 રૂપિયા અને 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 95,780 રૂપિયા છે.
આ પણ વાંચો….શેરબજારમાં જોવા મળ્યો ઉછાળો: સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ 80,000ને પાર












