ટોપ ન્યૂઝટ્રેન્ડિંગધર્મનેશનલ

ગૂગલના વાઇસ પ્રેસિડેન્ટ ટી. ચંદ્રશેખરે તિરુપતિ મંદિરમાં ₹1 કરોડનું દાન કર્યું

નવી દિલ્હી, તા. 26 જૂન, 2025: ગૂગલના વાઇસ પ્રેસિડન્ટ થોટા ચંદ્રશેખરે તિરુમલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) હેઠળ કાર્યરત એસવી પ્રણાદાન ટ્રસ્ટને ₹1 કરોડનું દાન આપ્યું હતું.  ગુરુવારે તિરુમલા ખાતે TTDના અધ્યક્ષ બી. આર. નાયડુને ચેક સોંપવામાં આવ્યો હતો. આ માહિતી TTD દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં આપવામાં આવી હતી.

એજન્સી અનુસાર, એસવી પ્રણાદાન ટ્રસ્ટ તિરુમલા તિરુપતિ દેવસ્થાનમનો એક ધર્માદા ટ્રસ્ટ છે. આ ટ્રસ્ટ આર્થિક રીતે નબળા દર્દીઓને મફત અથવા રાહત દરે તબીબી સહાય પૂરી પાડે છે અને ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓને મદદ કરે છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એટલે કે TTDએ આ દાન બદલ ચંદ્રશેખરની પ્રશંસા કરી અને તેને સામાજિક કાર્યો માટે જરૂરી ગણાવ્યું હતું.

TTD અધ્યક્ષ બીઆર નાયડુએ ચંદ્રશેખરનો આભાર માનતા કહ્યું કે આ દાન માત્ર શ્રદ્ધાનું પ્રતીક નથી, પરંતુ સમાજના જરૂરિયાતમંદો પ્રત્યેની જવાબદારીનું પણ ઉદાહરણ છે.

TTDના અધિકારીઓએ જણાવ્યું કે ટ્રસ્ટને આવા મોટા યોગદાનથી માત્ર તબીબી સહાયને જ મજબૂતી નથી મળતી, પરંતુ અન્ય લોકોને પણ સમાજ પ્રત્યે પોતાની જવાબદારી નિભાવવા માટે પ્રેરણા મળે છે. તિરુમલા સ્થિત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિર, જેને તિરુપતિ બાલાજી મંદિર તરીકે ઓળખવામાં આવે છે, તે વિશ્વભરના હિંદુઓની આસ્થાનું મુખ્ય કેન્દ્ર છે. આ મંદિર વિશ્વના સૌથી સમૃદ્ધ મંદિરોમાંનું એક છે અને દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે.

આ પણ વાંચોઃ મહીસાગરના દિવડાની પીએમ શ્રી સ્કૂલમાં બાળકોના શાળા નામાંકનથી મુખ્યપ્રધાને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો

Back to top button