ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘સારી સ્ટેન્ડઅપ કોમેડિયન એક્ટ કરી’: ભાજપ સાંસદ કંગના રનૌતે રાહુલ ગાંધીના ભાષણની કાઢી ઝાટકણી

નવી દિલ્હી, 1 જુલાઇ : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે ​​લોકસભામાં સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. આ દરમિયાન ભાજપ સાંસદ કંગના રનૌતે પણ રાહુલ પર નિશાન સાધ્યું અને રાહુલના ભાષણને કોમેડિયન એક્ટ ગણાવ્યું. કંગનાએ એમ પણ કહ્યું કે રાહુલે પોતાના નિવેદનો માટે માફી માંગવી જોઈએ.

કંગનાએ શું કહ્યું?

સંસદમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ભાષણ પર, ભાજપ સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે કહ્યું, ‘રાહુલ ગાંધીએ એક સારૂ સ્ટેન્ડઅપ કોમેડિયન એક્ટ કર્યું, કારણ કે તેમણે આપણા તમામ દેવી-દેવતાઓને કોંગ્રેસના બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યા હતા. ભગવાન શિવના આશીર્વાદ કોંગ્રેસના હાથમાં છે, આ તેમના નિવેદનો છે, આ તેમનું ભાષણ છે, તેથી અમે પહેલેથી જ હસતા હતા. મને લાગે છે કે તેણે પોતાના નિવેદનો માટે માફી માંગવી જોઈએ.

કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ પણ નિશાન સાધ્યું હતું

કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. રેડ્ડીએ કહ્યું, ‘રાહુલ ગાંધી અને કોંગ્રેસ ડિપ્રેશનમાં છે. તેમણે જુઠ્ઠું બોલ્યું છે. આપણે રાહુલ ગાંધી પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ કારણ કે છેલ્લા 20 વર્ષથી તેઓ વડાપ્રધાન બનવા માંગતા હતા, પરંતુ જનતાએ તેમને વડાપ્રધાન બનવાની તક આપી ન હતી. તેથી આજે તેમણે સંસદમાં જે ભાષણ આપ્યું તે હિંદુઓ વિરુદ્ધ હતું. તેમણે કહ્યું કે હિંદુઓ હિંસક છે. દેશની જનતાએ આ વાત સમજવી જોઈએ. જ્યાં સુધી દેશમાં હિન્દુઓ છે ત્યાં સુધી દેશમાં હિંસા નહીં થાય.

રાહુલે સંસદમાં શું કહ્યું?

આજે લોકસભામાં ચર્ચા દરમિયાન રાહુલ ગાંધીએ હિંદુ ધર્મ વિશે એક મોટી વાત કહી, જેના કારણે હોબાળો થયો. રાહુલ ગાંધીએ કહ્યું કે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યાએ ભાજપને સંદેશો આપ્યો છે. અયોધ્યામાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. રાહુલ ગાંધીએ કહ્યું કે પોતાને હિંદુ કહેનારા આ લોકો હિંદુ નથી, ભાજપે અયોધ્યાના લોકોના મનમાં ડર જગાડ્યો છે, હિંદુઓ ભય ફેલાવી શકતા નથી. આ પછી તેમણે ભગવાન શિવની તસવીર લહેરાવી અને એમ પણ કહ્યું કે ભાજપ ભય ફેલાવી રહી છે.

આ પણ વાંચોઃસાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના આ વિસ્તારોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

Back to top button