રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર: પાક નુકસાનીને લઈ સરકારે સહાય પેકેજ કર્યું જાહેર

HD ન્યૂઝ, 10 જુલાઈ, 2025: રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. સરકારે ઓક્ટોબર 2024 માં થયેલા નુકસાન માટે રાહત પેકેજની જાહેરાત કરી છે. જે અંતર્ગત કપાસના વાવેતરમાં થયેલા નુકસાન માટે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે. રાજ્યના 6 જિલ્લાઓમાં કપાસના વાવેતરમાં થયેલા નુકસાન માટે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે.
ઓક્ટોબર 2024માં થયેલા કમોસમી વરસાદમાં સરકારે રાહત પેકેજ જાહેર કર્યુ છે. 6 જિલ્લાઓમાં કપાસના વાવેતરને થયેલા નુકસાનને લઇને સરકાર સહાયની ચૂકવણી કરશે. છોટાઉદેપુર, જામનગર, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં કપાસની નુકસાની માટે સરકાર ખેડૂતોને સહાય ચૂકવાશે.
બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 11,000ની સહાય ખેડૂતોને ચૂકવવામાં આવશે. 33 ટકા થી વધુ નુકસાન હશે તો જ સહાય અપાશે.. સહાય મેળવવા માટે 14 જુલાઈથી સંબંધિત 6 જિલ્લાના ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની રહેશે.












