ગૌતમ અદાણી માટે ખુશખબર, ઇરાનના મિસાઇલ હૂમલા વચ્ચે પણ અદાણીનું હાઇફા પોર્ટ સુરક્ષિત

નવી દિલ્હી, 16 જૂન, 2025: ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે વધી રહેલા તણાવની વચ્ચે શનિવારે મોડી રાત્રે ઇરાને ઇઝરાયેલના હાઇફા પોર્ટ અને તેની પાસે આવેલી એક મોટી ઓઇલ રિફાઇનરી પર બેલેસ્ટિક મિસાઇલો છોડી હતી, ત્યારે સૌથી મોટો સવાલ એ હતો શું ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની માલિકીવાળા હાઇફા પોર્ટ આ હૂમલાની લપેટમાં આવ્યુ છે કે કેમ?
પરંતુ હવે જે સમાચાર સામે આવ્યા છે તેનાથી ભારત અને અદાણી ગ્રુપ બન્ને માટે રાહતની વાત છે. સૂત્રોના અનુસાર અદાણીને આ હાઇફા પોર્ટ પર હૂલાની કોઇ અસર થઇ નથી અને પોર્ટની દરેક કાર્ગો રાબેતામુજબ ચાલુ છે.
મિસાઇલ પડ્યુx, પણ અદાણી પોર્ટને કોઈ નુકસાન થયું નહીં
સૂત્રોએ જણાવ્યું હતું કે ઈરાની હુમલામાં, કેટલાક શાર્પનેલ (ફેલાયેડા) પોર્ટનાના કેમિકલ ટર્મિનલ પર પડ્યા અને મિસાઇલો નજીકના રિફાઇનરી પર પણ પડી હતી. જોકે, અદાણી પોર્ટના કોઈપણ ભાગમાં કોઈ નુકસાન કે ઈજાના સમાચાર નથી. ‘કિશન વેસ્ટ’ નામના વિભાગમાં ઇન્ટરસેપ્ટર મિસાઇલનો ટુકડો પણ મળી આવ્યો હતો, પરંતુ ત્યાં પણ બધું સુરક્ષિત રહ્યું. હાલમાં, પોર્ટ પર આઠ જહાજો લોડિંગ-અનલોડિંગ કરી રહ્યા છે અને બધી પ્રવૃત્તિઓ સામાન્ય છે. એટલે કે, વેપાર અને પુરવઠા પર કોઈ અસર નથી.
હાઇફા પોર્ટનું મહત્વ શું છે?
ઇઝરાયલનું હાઇફા પોર્ટ દેશનું એક મહત્વપૂર્ણ દરિયાઇ કેન્દ્ર છે, જે 30 ટકાથી વધુ આયાત-નિકાસ પ્રવૃત્તિઓનું સંચાલન કરે છે. આ બંદરમાં અદાણી ગ્રુપનો 70 ટકા હિસ્સો છે. જોકે તે અદાણી પોર્ટ્સ અને SEZના કુલ જથ્થાના માત્ર 2 ટકા છે, છતાં પણ લગભગ 5 ટકા આવક આ પોર્ટમાંથી આવે છે.
એક મોટો ખતરો ટળી ગયો છે, પરંતુ પરિસ્થિતિ ગંભીર છે
ઈરાન અને ઈઝરાયલ વચ્ચેનો આ તણાવ જ્યારે ઈઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી થાણાઓ પર હુમલો કર્યો ત્યારે શુક્રવારે શરૂ થયો હતો. જવાબમાં, ઈરાને મિસાઈલોનો મારો કર્યો હતો. બંને દેશો વચ્ચે રવિવારે પણ હુમલા ચાલુ રહ્યા હતા, જેના કારણે મિડલ ઇસ્ટમાં આ સંઘર્ષ લાંબા સમય સુધી ટકી શકે તેવી આશંકા વધુ ઘેરી બની છે.
ઈરાનનું કહેવું છે કે ઈઝરાયલે તેની બે ઓઇલ રિફાઈનરીઓને પણ નિશાન બનાવી છે, જે હવે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજારને પણ અસર કરી શકે છે. હાલમાં, ભારતના રોકાણ અને વ્યવસાયિક હિતોના સંદર્ભમાં એકમાત્ર રાહત એ છે કે અદાણીનું હાઈફા બંદર સંપૂર્ણપણે સુરક્ષિત છે અને વ્યવસાય સરળતાથી ચાલી રહ્યો છે.
આ પણ વાંચોઃ જો ઇઝરાયેલ-ઇરાન વચ્ચેનો તણાવ ખતમ નહીં થાય તો જાણો ક્રૂડ અને સોનું ક્યાં પહોંચશે












