‘મારો કોઈ માલિક નથી’: ભારતીય ઝુમકા પહેરીને પીએમ મેલોનીનો ટ્રમ્પને જડબાતોડ જવાબ?

Giorgia Meloni Wears Indian Jhumkas: ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની ફરી એકવાર વૈશ્વિક સ્તરે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ વખતે ચર્ચા કોઈ સત્તાવાર મુલાકાતની નથી, પરંતુ તેમની એક સેલ્ફીની છે. આ સેલ્ફીમાં મેલોની ભારતીય શૈલીના ઝુમકા પહેરીને સ્મિત કરી રહ્યા છે, પરંતુ તેની પાછળ છુપાયેલો રાજકીય સંદેશ વધુ ધારદાર છે. મેલોનીએ સ્પષ્ટ કર્યું છે કે તેમની સરકાર કોઈના આદેશ પર નથી ચાલતી અને તેઓ કોઈની ‘કઠપૂતળી’ નથી.
શું છે મેલોનીની પોસ્ટમાં?
જ્યોર્જિયા મેલોનીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ફોટો શેર કરતા લખ્યું, “સ્વભાવથી સત્તાના પ્રચારકો ન તો સ્થિરતાનો પાઠ ભણાવી શકે છે અને ન તો આઝાદીનો. અન્ય લોકોથી વિપરીત, અમને કોઈ દોરી વડે બાંધીને ચલાવી શકતું નથી, અમારો કોઈ માલિક નથી અને અમે કોઈના આદેશ લેતા નથી. અમારું લક્ષ્ય માત્ર એક જ છે: ઇટાલીનું હિત.”
ટ્રમ્પ સાથેનો વિવાદ અને જવાબ
મેલોનીના આ કેપ્શનને સીધો ડોનાલ્ડ ટ્રમ્પ પરનો પ્રહાર માનવામાં આવે છે. તાજેતરમાં જ્યારે મેલોનીએ ઈરાન યુદ્ધમાં અમેરિકાનો સાથ આપવાનો ઈન્કાર કર્યો હતો, ત્યારે ટ્રમ્પ ગુસ્સે થયા હતા અને તેમને ‘ડરપોક’ કહ્યા હતા. મેલોનીએ ‘અમારો કોઈ માસ્ટર નથી’ તેમ લખીને ટ્રમ્પના તે કટાક્ષનો વળતો જવાબ આપ્યો હોવાનું મનાય છે. આ ઉપરાંત, તેમણે યુરોપિયન યુનિયનના મોટા નેતાઓને પણ સંકેત આપ્યો છે કે ઇટાલીની વિદેશ નીતિ કોઈ ‘રિમોટ કંટ્રોલ’ થી નહીં ચાલે.
ભારતીય કનેક્શનની ચર્ચા
મેલોનીનું ભારતીય ઝુમકા પહેરવું એ ‘સોફ્ટ પાવર’નું મોટું ઉદાહરણ માનવામાં આવે છે. ભારત અને ઇટાલીના વધતા સંબંધો વચ્ચે તેમની આ સ્ટાઇલ ભારતીય સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે. રાજકીય વિશ્લેષકો માને છે કે મેલોનીએ ફેશન અને ઈમોશનનો ઉપયોગ કરીને પોતાનો મજબૂત રાજકીય સંદેશ દુનિયા સુધી પહોંચાડી દીધો છે.
આ પણ વાંચોઃ 40 મિનિટમાં દુષ્કર્મ પછી હત્યા, આરોપીએ એક દિવસ અગાઉ પણ… દિલ્હી કેસમાં મોટો ખુલાસો
આ પણ વાંચોઃ હોર્મુઝ સ્ટ્રેટમાં ગોળીબાર, ગુજરાત આવતું ભારતીય જહાજ ઈરાનના કબ્જામાં
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












