ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ભારત અને બ્રિટન વચ્ચે જુલાઇના અંત સુધીમાં વેપાર સમજૂતિ થવાની સંભાવના, કાનૂની પ્રકિયા અંતિમ તબક્કામાં

નવી દિલ્હી, 25 જૂન, 2025: ભારત અને યુનાઇટેડ કિંગ્ડમની વચ્ચે મુક્ત વેપાર સમજૂતિ (FTA)ને કાનૂની રૂપ આપવાની પ્રક્રિયા ઝડપથી આગળ વધી રહી છે. તેની પર જુલાઇના અંત સુધીમાં હસ્તાક્ષર થવાની સંભાવના સેવાય છે. એમ એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

વાણિજ્ય સચિવ લંડનની મુલાકાતે

આ પ્રક્રિયાને વેગ આપવા માટે વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલ પોતાની સત્તાવાર ટીમ સાથે લંડનમાં છે. બર્થવાલ પોતાની બે દિવસીય યાત્રા દરમિયાન બ્રિટનના બિઝનેસ એન્ડ ટ્રેડ સચિવ જોનાથન રેનોલ્ડઝ અને અન્ય વરિષ્ઠ બ્રિટીશ અધિકારીઓની મુલાકાત લેશે.

2030 સુધી 120 અબજ ડોલરના વેપારનું લક્ષ્ય

ભારત અને યુકેએ 6મેના રોજ FTA વાટાઘાટોને ઔપચારીક રીતે પૂરો કર્યો હોવાની ઘોષણા કરી હતી. આ સમજૂતિ હેઠળ ભારતથી ચામડુ, પગરખાં અને કપડાં જેવા શ્રમ-પ્રધાન ઉત્પાદનોની નિકાસ પરની જકાત સમાપ્ત થઇ જશે. ત્યારે બ્રિટનથી વ્હીસ્કી અને કારોની આયાત સસ્તી થશે. બન્ને અર્થવ્યવસ્થાઓ વચ્ચે 2030 સુધીમાં વેપાર બમણો થઇને 120 અબજ ડોલરનો થઇ જશે. વિશ્વની પાંચમી અને છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થાઓએ ત્રણ વર્ષોની વાટાઘાટ બાદ આ સમજૂતિ પૂર્ણ કરી છે.

હસ્તાક્ષર કર્યા પછી તેને જાહેર કરવામાં આવશે

FTA પર હસ્તાક્ષર થયા પછી, તેને લાગુ કરવામાં આવે તે પહેલાં બ્રિટિશ સંસદ અને ભારતના કેન્દ્રિય મંત્રીમંડળ દ્વારા તેને મંજૂરી આપવી પડશે. આ પછી, તેને લાગુ કરવામાં લગભગ એક વર્ષ લાગી શકે છે. અધિકારીએ જણાવ્યું હતું કે ભારતની કાનૂની ટીમ પણ FTAના કાનૂની મુસદ્દાની સમીક્ષા કરવા માટે લંડનમાં છે. કરાર પર હસ્તાક્ષર કર્યા પછી, તેની સંપૂર્ણ માહિતી જાહેર કરવામાં આવશે. આ મહિનાની શરૂઆતમાં, કેન્દ્રિય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પિયુષ ગોયલ પણ લંડનમાં હતા અને જોનાથન રેનોલ્ડ્સ સાથે FTAના અમલીકરણ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ વડા પ્રધાન કીર સ્ટારમરને ભારતની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે.

આ પણ વાંચોઃઅમેરિકી પ્રમુખ ટ્રમ્પના દેશનિકાલના આદેશ સાથે સુપ્રીમ કોર્ટ સંમત 

Back to top button