ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલફૂડબિઝનેસવિશેષ

માતાના દૂધના વેપારીકરણ સામે FSSAIની લાલ આંખ, ઉલ્લંઘન બદલ થઈ શકે છે સજા અને દંડ

  • ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ જારી કરી એડવાઈઝરી
  • માનવ દૂધના વેચાણને લગતી તમામ પ્રવૃત્તિઓ બંધ કરવાની આપી સલાહ
  • સલાહનું ઉલ્લંઘન કરનારને થઈ શકે છે 5 લાખ રૂપિયા સુધીનો દંડ

HD ન્યૂઝ, 27 મે: FSSAIએ તમામ રાજ્યોને માનવ દૂધના વેચાણ અથવા પ્રોસેસિંગ માટે લાયસન્સ આપવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. માનવ દૂધના વ્યાપારીકરણની પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા FSSAIએ માનવ દૂધની પ્રક્રિયા અને વેચાણને ખોટું ગણાવ્યું છે. આ સાથે મહિલાઓનાં દૂધનાં વેપારીકરણને પણ ખોટું ગણાવ્યું છે. FSSAI એટલે કે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આ અંગે એડવાઈઝરી જારી કરી છે. FSSAIએ કહ્યું કે માનવ દૂધનું વેચાણ તાત્કાલિક બંધ કરવું જોઈએ. માનવ દૂધનો ઉપયોગ ફક્ત નવજાત શિશુઓ અથવા આરોગ્ય સુવિધાઓમાં શિશુઓને ખવડાવવા માટે થવો જોઈએ.

માનવ દૂધના વેપારીકરણ પર પ્રતિબંધ

24 મેના રોજ એક એડવાઈઝરીમાં, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ માનવ દૂધના વેચાણને લગતી તમામ પ્રવૃત્તિઓ બંધ કરવાની સલાહ આપી છે. આ સંદર્ભમાં, FSSAIએ તમામ રાજ્યોને માનવ દૂધના વેચાણ અથવા પ્રક્રિયા માટે લાયસન્સ આપવાનું બંધ કરવા સૂચના આપી છે. માનવ દૂધના વ્યાપારીકરણની પ્રવૃત્તિઓ બંધ થવી જોઈએ. ઘણી રજિસ્ટર્ડ સોસાયટીઓએ તેનાં માનવ દૂધના વેપારીકરણ માટે વિનંતી કરી હતી.

FSSAIએ જારી કરેલી એડવાઈઝરીમાં શું કહ્યું

એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે FSSAI એ FSS એક્ટ, 2006 અને તેના હેઠળ બનાવેલા નિયમો હેઠળ માનવ દૂધના પ્રોસેસિંગ અથવા વેચાણ માટે પરવાનગી આપી નથી. તેથી, એવી સલાહ આપવામાં આવે છે કે માનવ દૂધ અને તેના ઉત્પાદનોનાં વેપારીકરણને લગતી આવી તમામ પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ કરવી જોઈએ. FSSAI એ તેની એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે નિયમોના કોઈપણ ઉલ્લંઘન બદલ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ (FBO) સામે પગલાં લેવામાં આવશે.

ઉલ્લંઘન બદલ થશે સજા અને દંડ

FSSAIનાં ધ્યાનમાં આવ્યું છે કે તાજેતરનાં વર્ષોમાં કેટલીક કંપનીઓ આ પ્રકારનાં દૂધનું વેચાણ અને પ્રક્રિયા કરી રહી છે. કેટલીક કંપનીઓ ડેરી ઉત્પાદનોની આડમાં FSSAI લાઇસન્સ મેળવવામાં સફળ રહી હતી. હવે બ્રેસ્ટ ફીડિંગ પ્રમોશન નેટવર્ક ઓફ ઈન્ડિયાએ સરકારને વિનંતી કરી છે કે આવી કંપનીઓ સામે પગલાં લેવામાં આવે. ઉલ્લંઘન કરનારને 5 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.

આ પણ વાંચો: રાજકોટઃ TRP ગેમ ઝોનમાં 15 દિવસ પહેલાં જ નોકરી કરવા આવ્યા અને કાળનો કોળિયો બન્યાં

Back to top button