અમદાવાદઆંતરરાષ્ટ્રીયગુજરાતચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડવિશેષ

ખડગે, કેજરીવાલ સહિત વિપક્ષી નેતાઓના ફેસબુક પેજ કયા દેશમાંથી, કોણ ઓપરેટ કરે છે?

નવી દિલ્હી, 5 મે, 2024: ટોચના રાજકારણીઓ સામાન્ય સંજોગોમાં પણ વ્યસ્ત રહેતા હોય છે અને તેમ છતાં તેમના વિવિધ સોશિયલ મીડિયા હેન્ડલ ઉપર તેમની કામગીરીની, તેમની મુલાકાતોની પોસ્ટ થતી જ રહે છે. જે તે રાજકારણીઓના મોટાભાગના ટેકેદારો અને સમર્થકો એ પોસ્ટને લાઈક, શૅર, રિ-શૅર કરતા રહે છે. પરંતુ એવા પણ જૂજ લોકો હોય છે જેમને વિચાર આવતો હોય છે કે આ નેતાઓના સોશિયલ મીડિયા હેન્ડલનું સંચાલન કોણ કરતું હશે અને ક્યાંથી ઑપરેટ થતા હશે?

આમ તો સામાન્ય રીતે આવી માહિતી બહાર આવતી નથી પરંતુ ક્યારેક હરીફોના ટેકેદારો અથવા શુભેચ્છકો આ વિશે ખણખોદ કરીને માહિતી લઈ આવતા હોય છે જે કામ સામાન્ય રીતે મીડિયા કરતું નથી. (અલબત્ત, HDNews આમાંના કોઈ દાવાનું સમર્થન કરતું નથી, માત્ર સોશિયલ મીડિયા ઉપર ઉપલબ્ધ માહિતી સમાચાર રૂપે શૅર કરી છે.)

આ જ સંદર્ભમાં એક ચોંકાવનારો દાવો થયો છે કે કોંગ્રેસ પક્ષના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનું ફેસબુક એકાઉન્ટ ભારતમાંથી નહીં પરંતુ યુરોપીય દેશ નોર્વેથી થાય છે. ધ પેમ્ફલેટ (@Pamphlet_in) નામના X હેન્ડલ ઉપર આજે પાંચમી મે, 2024ને બપોરે 12.42 વાગ્યે એક પોસ્ટ થઈ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, મલ્લિકાર્જુન ખડગેના ફેસબુક પેજનું સંચાલન નોર્વેથી થાય છે. X હેન્ડલર ધ પેમ્પલેટે તેની આ પોસ્ટમાં મલ્લિકાર્જુન ખડગેને ટૅગ પણ કર્યા છે, અને સાથે તેમનું ફેસબુક પેજ ક્યાંથી સંચાલિત થઈ રહ્યું છે તેનો સ્ક્રિનશોટ પણ મૂક્યો છે.

એ સાથે જ ધ પેમ્પલેટ હેન્ડલે એવો પણ દાવો કર્યો છે કે, “અમે તમને અગાઉ જણાવ્યું હતું કે, માત્ર કોંગ્રેસ નેતા જ નહીં પરંતુ આપ- પાર્ટી તથા તેના નેતા અરવિન્દ કેજરીવાલ સહિત AAPના ઘણા નેતાઓના ફેસબુક એકાઉન્ટ કતર તેમજ અમેરિકાથી સંચાલિત થાય છે.” આ સંદર્ભમાં ધ પેમ્ફલેટ દ્વારા વીડિયો પુરાવો રજૂ કરવામાં આવ્યો છે જેમાં દાવો કર્યો છે કે, “દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ, આપ-નેતા આતિશી માર્લેના, રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા તથા અન્ય નેતાઓના ફેસબુક પેજ અમેરિકા, કતર તથા લિથુઆનિયામાં રહેતા લોકો મેનેજ કરી રહ્યા હતા. એક્સપોઝ થયા પછી તરત વિદેશમાં રહેતા લોકોને ચૂપચાપ હટાવી દેવામાં આવ્યા છે.”

આ X હેન્ડલરે આ જ થ્રેડમાં એક લાંબો વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં વિપક્ષી નેતાઓ દ્વારા તેમના સોશિયલ મીડિયા પેજ યુરોપ, અમેરિકા અને ઈસ્લામિક દેશોમાંથી સંચાલિત કરવાના ઈરાદા વિશે પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ અજમલ કસાબ તો નિર્દોષ હતોઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસના ધારાસભ્યે કર્યો આતંકીનો બચાવ

Back to top button