કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

ભેંસાણની શૈક્ષણિક સંસ્થામાં ચાર બાળકો સાથે અડપલા કર્યાનો ઘટસ્ફોટ : બંન્ને આરોપીને આજે કોર્ટમાં રજૂ કરાશે

જૂનાગઢ 9 જુલાઈ 2025: જૂનાગઢ જિલ્લાના ભેંસાણ ગામની એક શૈક્ષણિક સંસ્થામાં ચાર બાળકો સાથે શારીરિક અડપલા થયાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. ટ્રસ્ટી દ્વારા ફરિયાદ નોંધાતા, ભેંસાણ પોલીસ દ્વારા સંસ્થાના પ્રિન્સિપાલ તથા ગૃહપતિ વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને બંનેને પકડવામાં આવ્યા છે. આજે બંને આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવશે.

શિક્ષણ સંકુલના આકરા પગલાં બાદ બાળક સુરક્ષા વિભાગ દ્વારા કાઉન્સિલિંગ શરૂ કરાયું છે અને તમામ બાળકોના નિવેદન લીધા છે. હાલ તેમના માટે સારવાર અને સમર્થન પણ વ્યવસ્થિત કરવામાં આવ્યું છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ બાળકો સાથે સતત અમાનવીય વર્તન કર્યું હતું. ગૃહપતિએ શારીરિક અડપલા કર્યા અને પ્રિન્સિપાલે તેનું સમર્થન કર્યું હતું. બંને શિક્ષકો દ્વારા બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરવામાં આવ્યા હતા.

જિલ્લા બાળ સુરક્ષા અધિકારી અને બાળ સુરક્ષા એકમ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. વાલીઓ તથા સ્થાનિક સમાજમાં આ ઘટનાને લઇ ભારે રોષ છે અને ઝડપી ન્યાયની માગ ઉઠી રહી છે. પોલીસ અને અન્ય સંબંધિત વિભાગો ઘટનાની વધુ તપાસ કરી રહ્યા છે અને ફરિયાદના આધારે કાયદેસરની કડક કાર્યવાહી કરશે તેમ જણાવી છે.

આ પણ વાંચો: વકીલોના રક્ષણ માટે બાર કાઉન્સિલના ચેરમેન મેદાનમાં, મુખ્યમંત્રી પાસે તાત્કાલિક મળવાનો સમય માંગ્યો

Back to top button