રક્ષાબંધન 2026 પર ગિફ્ટ ખરીદવાનું ભૂલી ગયા છો, તો આ આઇડિયા અજમાવો

Raksha Bandhan 2026: રક્ષાબંધન ભાઈ બહેનના પ્રેમ અને લાગણીનો તહેવાર છે. આ દિવસે બહેન ભાઈના હાથ પર રાખડી બાંધે છે અને ભાઈ તેને પ્રેમથી ભેટ આપે છે. જોકે ઘણીવાર ઘર અને કામની વ્યસ્તતામાં રાખડીની ખરીદી થઈ જાય છે પરંતુ ગિફ્ટ લેવાનું રહી જાય છે. આવી સ્થિતિમાં છેલ્લી ઘડીએ પણ કેટલીક ઉપયોગી અને ખાસ ભેટ પસંદ કરી શકાય છે.
ગિફ્ટ કાર્ડ
જો ભાઈ અથવા બહેન માટે શું ખરીદવું તે સમજાતું ન હોય તો ગિફ્ટ કાર્ડ સારો વિકલ્પ છે. તેનાથી સામેની વ્યક્તિ પોતાની પસંદગીની વસ્તુ ખરીદી શકે છે. કપડાં, ગેજેટ્સ, બ્યુટી પ્રોડક્ટ્સ, પુસ્તકો અથવા ફૂડ માટે ગિફ્ટ કાર્ડ લઈ શકાય છે. ડિજિટલ ગિફ્ટ કાર્ડ તરત મોકલી શકાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ચોકલેટ અને સ્નેક્સનું ગિફ્ટ બોક્સ
મોંઘી ભેટ આપવી જરૂરી નથી. ભાઈ અથવા બહેનને પસંદ હોય તેવી ચોકલેટ, કૂકીઝ, નમકીન, ડ્રાય ફ્રૂટ્સ અથવા અન્ય સ્નેક્સને સુંદર બોક્સમાં પેક કરીને આપી શકાય છે. સાથે હાથથી લખેલી નાની નોટ ઉમેરવાથી આ ભેટ વધુ વ્યક્તિગત બની શકે છે.
ઈયરબડ્સ અથવા નાની ગેજેટ એક્સેસરી
જો ભાઈ અથવા બહેનને સંગીત સાંભળવાનો શોખ હોય અથવા તેઓ ગેજેટ્સનો વધુ ઉપયોગ કરતા હોય તો ઈયરબડ્સ, ફોન સ્ટેન્ડ, પાવર બેંક, ચાર્જિંગ એક્સેસરી અથવા પોર્ટેબલ સ્પીકર જેવી વસ્તુઓ આપી શકાય છે. ઓછા બજેટમાં રોજિંદા ઉપયોગની નાની ગેજેટ એક્સેસરી પણ સારી પસંદગી બની શકે છે.
પરફ્યુમ અથવા ગ્રૂમિંગ કિટ
ઉપયોગી અને આકર્ષક ભેટ માટે પરફ્યુમ અથવા ગ્રૂમિંગ કિટ પણ પસંદ કરી શકાય છે. ભાઈ માટે શેવિંગ કિટ, બિયર્ડ કેર પ્રોડક્ટ્સ, ફેસ વોશ અથવા પરફ્યુમ આપી શકાય છે. બહેન માટે તેની પસંદગી પ્રમાણે ફ્રેગરન્સ અથવા પર્સનલ કેર પ્રોડક્ટ્સનું સેટ પસંદ કરી શકાય છે.
ફોટો ફ્રેમથી યાદોને તાજી કરો
જો તમે ભાવનાત્મક ભેટ આપવા માંગતા હોવ તો ભાઈ બહેનની કોઈ ખાસ તસવીરને ફ્રેમ કરાવી શકો છો. બાળપણની તસવીર, પ્રવાસની યાદ અથવા કોઈ મજેદાર જૂની તસવીર આ માટે પસંદ કરી શકાય છે. નજીકની ફોટો પ્રિન્ટિંગ શોપમાંથી આવી ભેટ ઝડપથી તૈયાર કરાવી શકાય છે.
વોલેટ અને રોજિંદા ઉપયોગની વસ્તુઓ
જો ભાઈની પસંદગી અંગે વધારે જાણકારી ન હોય તો રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓ પસંદ કરી શકાય છે. વોલેટ, કાર્ડ હોલ્ડર, બેલ્ટ, કેપ અથવા અન્ય નાની એક્સેસરી ઉપયોગી ભેટ બની શકે છે. આવી વસ્તુઓમાં સાઇઝની સમસ્યા પણ ઓછી રહે છે.
આ પણ વાંચો : ચંદ્રગ્રહણ 2026: આજે રક્ષાબંધન સાથે ચંદ્રગ્રહણનો સંયોગ, જાણો 12 રાશિઓ પર શું પડશે અસર











