નવસારીની પૂર્ણા નદીમાં પાંચ ડૂબ્યાઃ એકનું મૃત્યુ ત્રણનો આબાદ બચાવ

નવસારી, 8 એપ્રિલ, 2025: નવસારી નજીકના ધારાગીરી ગામ પાસે પૂર્ણા નદીમાં એક દુ:ખદ ઘટના બની છે, જ્યાં 4 મહિલાઓ અને 1 પુરુષ નદીમાં ડૂબી ગયા છે. આ અકસ્માતમાં ત્રણ મહિલાઓને બચાવી લેવામાં આવી છે, જ્યારે એક મહિલાનું મૃત્યુ થયું છે. અને એક પુરુષ હજુ પણ ગુમ છે. હાલ મૃતદેહને નવસારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
નદીમાં કપડાં ધોવા માટે ગયેલી ચાર મહિલાઓ પૈકી એક મહિલા ડૂબવા લાગી હતી. તેને બચાવવા માટે અન્ય મહિલાઓ પણ નદીમાં ઉતરતાં તે પણ ડૂબી ગઇ હતી. આ દુર્ઘટનામાં ત્રણ મહિલાઓને બચાવી લેવામાં આવી છે. જ્યારે એક મહિલાનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું છે. મહિલાઓને ડૂબતાં જોઇ સ્થાનિક યુવકે નદીમાં કૂદકો લગાવ્યો હતો પરંતુ તે નદીના પ્રવાહમાં ગુમ થઇ ગયો હતો. મહિલા અને યુવક દિયર-ભાભી હોવાનું જાણવા મળ્યું છે. માછીમારોએ તાત્કાલિક પાણીમાં જાળ નાખીને ત્રણ મહિલાઓને બચાવી લીધી હતી અને એક મહિલાનો મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યો હતો.
આ પણ વાંચો..રાજ્યમાં ખેતીની જમીન વેચાણ કિસ્સામાં નોંધ મંજૂર, પ્રિમિયમ, એન.એ. પરવાનગીની કાર્યવાહી સરળ બનશે












