આત્મનિર્ભર ભારતની નવી ઉડાન, વડોદરામાં બનેલું મેડ ઈન ઈન્ડિયા C295 વિમાનનું સફળ પરીક્ષણ

C-295 Maiden Flight: ભારતના સંરક્ષણ ઉત્પાદન અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનને ઐતિહાસિક સફળતા મળી છે. ગુજરાતના વડોદરામાં ‘ટાટા-એરબસ’ સુવિધામાં સંપૂર્ણ રીતે ઉત્પાદિત પ્રથમ ‘મેડ ઈન ઈન્ડિયા’ C-295 મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટે આકાશમાં તેની પ્રથમ સફળ ઉડાન ભરી છે.
આ ઐતિહાસિક પરીક્ષણ ઉડાનને ભારતના સૈન્ય ઉડ્ડયન મહત્વાકાંક્ષાઓ માટે ગેમ-ચેન્જર માનવામાં આવે છે. ભારતીય ઉડ્ડયનના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું છે જ્યારે દેશના ખાનગી ક્ષેત્ર દ્વારા ભારતમાં લશ્કરી વિમાનનું ઉત્પાદન કરવામાં આવ્યું હોય.
The first ‘Made in India’ Airbus C295 military transport aircraft has conducted its first test flight from the Final Assembly Line in Vadodara 🇮🇳, marking a milestone for Indian aviation and defence. This maiden test flight is a crucial step in the aircraft’s post production… pic.twitter.com/nPkjpIENkD
— Airbus Defence (@AirbusDefence) June 10, 2026
આ સફળતા શા માટે ખાસ છે?
ખાનગી ક્ષેત્રની પ્રથમ મોટી છલાંગ: Tata Advanced Systems (TASL) અને યુરોપીય જાયન્ટ એરબસ વચ્ચેની આ ભાગીદારી ભારતમાં સંરક્ષણ ઉત્પાદનનો નવો અધ્યાય લખી રહી છે.
એરફોર્સને તાકાત મળશેઃ આ એરક્રાફ્ટ ભારતીય વાયુસેનાના જૂના એવરો-748 ફ્લીટનું સ્થાન લેશે.
દુર્ગમ વિસ્તારો માટે વરદાનઃ બે ટર્બોપ્રોપ એન્જિનથી સજ્જ આ એરક્રાફ્ટ અત્યંત ઉબડખાબડ અને ટૂંકા રનવે પરથી પણ ટેકઓફ અને લેન્ડિંગ કરવામાં સક્ષમ છે, જે ડુંગરાળ અને દૂરના સરહદી વિસ્તારોમાં સેનાને પુરવઠો અને પાણી પહોંચાડવાનું સરળ બનાવશે.
આ ડિલ હેઠળ ભારતમાં 40 વિમાનોનું ઉત્પાદન કરવામાં આવશે
ભારતે આશરે ₹21,935 કરોડના કુલ 56 C-295 વિમાન માટે એરબસ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા. કરાર મુજબ, પહેલા 16 વિમાનો સીધા સ્પેનથી ફ્લાય-અવે સ્થિતિમાં ભારત લાવવામાં આવ્યા છે, જ્યારે બાકીના 40 વિમાનોનું સંપૂર્ણ ઉત્પાદન વડોદરાના ટાટા-એરબસ પ્લાન્ટમાં કરવામાં આવી રહ્યું છે.
વડોદરાથી ઉડાન ભરેલું આ વિમાન ‘મેક ઇન ઇન્ડિયા’ પ્રોજેક્ટની પ્રથમ નોંધપાત્ર સિદ્ધિ છે. ભારતીય વાયુસેનાએ આ સફળતા પર સમગ્ર ટીમને અભિનંદન આપતાં કહ્યું કે આ સિદ્ધિ એરોસ્પેસ ક્ષેત્રમાં ભારતની વધતી જતી તાકાત દર્શાવે છે અને દેશની સંરક્ષણ તૈયારીઓને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડશે.
આ પણ વાંચો: ઈરાનને ખબર પણ ન પડી, અમે હોર્મુઝમાંથી 10 કરોડ બેરલ ઓઈલ કાઢી લીધું: ટ્રમ્પનો મોટો દાવો











