ફિલ્મમેકર વેલુ પ્રભાકરનનું ૬૮ વર્ષની ઉંમરે નિધન, સામાજિક મુદ્દાઓ પર બનાવતા હતા ફિલ્મ

- તેમના અંતિમ સંસ્કાર રવિવારે સાંજે પોરુર સ્મશાનગૃહમાં કરવામાં આવશે. તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે ચેન્નાઈના વલસારવક્કમ ખાતે રાખવામાં આવશે
HD ન્યુઝ ડેસ્કઃ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વરિષ્ઠ ફિલ્મ નિર્માતા, સિનેમેટોગ્રાફર અને અભિનેતા વેલુ પ્રભાકરનનું અવસાન થયું છે. તેમણે શુક્રવારે ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 68 વર્ષના હતા અને લાંબા સમયથી બીમાર હતા. ગુરુવારે તેમની ટીમે માહિતી આપી હતી કે તેઓ ગંભીર હાલતમાં ICUમાં દાખલ છે અને ડોકટરોની સતત દેખરેખ હેઠળ છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, તેમના પરિવારના સૂત્રોએ જણાવ્યું હતું કે તેઓ લાંબા સમયથી બીમારીથી પીડાતા હતા. તેમના અંતિમ સંસ્કાર રવિવારે સાંજે પોરુર સ્મશાનગૃહમાં કરવામાં આવશે. તેમના પાર્થિવ શરીરને અંતિમ દર્શન માટે ચેન્નાઈના વલસારવક્કમ ખાતે રાખવામાં આવશે.
શુક્રવારે સવારે સોશિયલ મીડિયા પર એક ઇન્ડસ્ટ્રી ટ્રેકર દ્વારા વેલુ પ્રભાકરનના મૃત્યુની માહિતીની આપવામાં આવી હતી. તેમણે લખ્યું હતું કે વિવાદાસ્પદ વિષયો પર ફિલ્મો બનાવનારા તમિલ ફિલ્મ નિર્દેશક વેલુ પ્રભાકરન (ઉ.વ.68)નું સ્વાસ્થ્ય સંબંધિત કારણોસર અવસાન થયું છે. તેમણે ‘નાલયા માનવન’, ‘કડવલ્લુ’ અને ‘કાધલ કથા’ જેવી ફિલ્મો દ્વારા નાસ્તિકતા, જાતિવાદ અને લૈંગિકતા જેવા મુદ્દાઓને સ્પર્શ કર્યો હતો.
Health Update – Director Velu Prabhakaran
Date: 17/07/2025 | Location: Chennai
Director Velu Prabhakaran has been in a critical condition since this morning. He remains under close medical supervision, and while he is still breathing, doctors have stated that his condition is…
— Nikil Murukan (@onlynikil) July 17, 2025
ઈન્ડસ્ટ્રીએ એક ક્રાંતિકારી ફિલ્મ નિર્માતા ગુમાવ્યા
વેલુ પ્રભાકરને 1980માં ફિલ્મ ઇવર્ગલ વિથ્યાસમાનવર્ગલ માટે સિનેમેટોગ્રાફર તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારબાદ 1989માં તેમણે દિગ્દર્શનની દુનિયામાં પ્રવેશ કર્યો અને ફિલ્મ નાલયા માનવન બનાવી હતી. તેની સિક્વલ અધિસય માનવન 1990માં રિલીઝ થઈ હતી.
1990 ના દાયકાના અંતમાં અને 2000 ના દાયકાની શરૂઆતમાં, તેમણે એક્શન ફિલ્મોમાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો. તેઓ સામાજિક મુદ્દાઓ અને વિવાદાસ્પદ વિષયો ઉઠાવવા માટે ઘણીવાર સમાચારમાં રહેતા હતા. 2004 માં બનેલી તેમની ફિલ્મ કાધલ અરંગમ 2009માં કાધલ કથા તરીકે રજૂ થઈ હતી આ ફિલ્મ સેન્સર બોર્ડ સાથે વિવાદમાં ફસાઈ ગઈ હતી. અભિનેતા તરીકે તેમની છેલ્લી ફિલ્મ ગજાનન (૨૦૨૫) હતી.












