ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

વિવિધ પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત થનાર LRD પરીક્ષા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન

ગાંધીનગર, 10 જૂન 2025 : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી સમય તા-૧૫/૦૬/૨૦૨૫ ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ સુધી લોકરક્ષક કેડરની લેખતી પરીક્ષા રાજ્યના અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો ખાતે આયોજિત કરેલ છે. જેમાં રાજ્યના અલગ-અલગ જીલ્લાઓમાંથી ૨.૪૮ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવા આવનાર છે.

આ સંદર્ભે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તા-૧૪/૦૬/૨૦૨૫ અને તા-૧૫/૦૬/૨૦૨૫ દરમ્યાન એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરેલ છે. ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વીસોનું ઓનલાઈન ટીકીટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે.

 સદર સમયગાળા દરમ્યાન નિગમ દ્વારા કરવામાં આવનાર એક્સ્ટ્રા સંચાલન અન્વયેની સર્વિસોનું નિગમના ડેપો ખાતેથી તથા નિગમની વેબસાઈટ http://gsrtc.in ઉપરથી તમામ ઉમેદવારો દ્વારા કાઉન્ટર તથા એડવાન્સ ઓનલાઈન બુકિંગનો લાભ મેળવી શકશે. ઉમેદવારોને સંચાલન સંબંધિત પુછપરછ માટે નિગમના ટોલ ફ્રી નં. ૧૮૦૦ ૨૩૩ ૬૬૬૬૬૬ ઉપર ૨૪ કલાક જાણકારી મેળવી શકશે

આ પણ વાંચો : કેરળના દરિયાકાંઠે સિંગાપોરના જહાજમાં વિસ્ફોટ: 24 કલાકથી સળગી રહી શિપ, સમુદ્રમાં દિલધડક રેસ્ક્યુ

Back to top button