EPFO નો મોટો નિર્ણય: સેલરી લિમિટ ₹15,000 નહીં પણ હવે ₹25,000, જાણો કોને અને શું થશે ફાયદો?

EPFO Rule Change : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રીય કેબિનેટે આ અઠવાડિયે નોકરીયાત કર્મચારીઓને મોટી ભેટ આપતા ઈપીએફ (EPF) અને એમ્પ્લોઈ પેન્શન સ્કીમ (EPS) સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર (EPFO Rule Change) કર્યો છે. નવા નિયમ હેઠળ અનિવાર્ય કવરેજ માટે માસિક વેતન મર્યાદા ₹15,000 થી વધારીને ₹25,000 પ્રતિ માસ કરવામાં આવી છે, જે 17 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગઈ છે. સરકારના આ નિર્ણયથી લાખો શ્રમિકો અને કર્મચારીઓને રિટાયરમેન્ટ તેમજ સોશિયલ સિક્યુરિટી બેનિફિટ્સનો લાભ મળશે. ચાલો વિગતવાર સમજીએ કે આનાથી કોને અને શું ફાયદો થવાનો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
2014 પછી થયો મોટો ફેરફાર
કેન્દ્રીય કેબિનેટે લીધેલા નિર્ણયને સરળ શબ્દોમાં સમજીએ તો, હવે બેઝિક + DA મળીને જે પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓની સેલરી ₹25,000 સુધીની છે, તેમણે ફરજિયાતપણે PF ની સાથે EPS એટલે કે પીએફ પેન્શનમાં પણ યોગદાન આપવું પડશે. આ પહેલા કર્મચારીઓ માટે પીએફની અનિવાર્ય સેલરી લિમિટ 1 સપ્ટેમ્બર 2014ના રોજ બદલવામાં આવી હતી, ત્યારે તેને ₹6,500 થી વધારીને ₹15,000 કરવામાં આવી હતી.
EPFO ના નવા નિયમથી કોને થશે લાભ?
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળ અનિવાર્ય કવરેજ માટે વેતન મર્યાદા ₹15,000 થી વધારીને ₹25,000 કરવાનો નિર્ણય લેવાયો છે. આ પગલાથી 51 લાખથી વધુ કર્મચારીઓને સીધો ફાયદો થશે. વાસ્તવમાં, દર મહિને ₹15,000 થી વધુ કમાતા નવા કર્મચારીઓ માટે ઓટોમેટિકલી ઈપીએફ ફ્રેમવર્કમાં આવવું જરૂરી નહોતું, પરંતુ નવી લિમિટ સાથે હવે ₹15,000 થી ₹25,000 સુધીની આવક ધરાવતા કર્મચારીઓને ફરજિયાત ઈપીએફ બચતની સાથે સાથે EPFO સ્કીમ્સ સાથે જોડાયેલા પેન્શન અને વીમા સુરક્ષાનો લાભ પણ મળશે.
આ પણ વાંચોઃ વિદેશી મહિલાને જોવા માટે તૂટી પડ્યા લોકો, તાજમહેલમાંથી શરમજનક વીડિયો વાયરલ થયો
EPF, પેન્શન અને ઈન્સ્યોરન્સ કવર
ઈપીએફ વેજ લિમિટમાં થયેલો આ વધારો માત્ર ભવિષ્ય નિધિ બચત પૂરતો સીમિત નથી, પરંતુ આ દાયરામાં આવતા કર્મચારીઓને સંબંધિત સ્કીમની જોગવાઈઓ મુજબ કર્મચારી પેન્શન યોજના (EPS) નો લાભ મળશે, જેમાં નક્કી કરેલા નિયમો હેઠળ દિવ્યાંગતા પેન્શન અને ફેમિલી પેન્શનની સુવિધાઓ પણ સામેલ છે. આ ઉપરાંત એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઈન્સ્યોરન્સ (EDLI) સ્કીમ હેઠળ લાભ મળશે, જે કર્મચારીઓને જીવન વીમા સંબંધિત નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે.
નાણાકીય સુરક્ષા થશે વધુ મજબૂત
EPFO રુલ ચેન્જનો ફાયદો માત્ર વર્તમાન કે PF કપાત પૂરતો સીમિત નથી. EPF, EPS અને EDLI મળીને કર્મચારીને લોન્ગ ટર્મમાં અનેક રીતે ફાઈનાન્સિયલ સેફ્ટી આપે છે. નિયમિત PF કન્ટ્રીબ્યુશનથી રિટાયરમેન્ટ ફંડ તૈયાર થાય છે, જ્યારે EPS દ્વારા પેન્શનની ચિંતા દૂર થાય છે અને EDLI થી વીમા કવર પણ મળે છે. એટલે કે સરકારનો આ નિર્ણય કર્મચારીઓ માટે નોકરી દરમિયાન બચત અને ભવિષ્યની સુરક્ષા બંનેનો મજબૂત આધાર બનશે.
સરકારનો ખર્ચ કેટલો વધશે?
સરકારી તિજોરી પર EPFO ના નિયમમાં કરાયેલા આ ફેરફારની અસર જોવા મળશે. સરકારના અંદાજિત ખર્ચના આંકડા પર નજર કરીએ તો, વેજ લિમિટ વધવાથી વાર્ષિક ₹11,339 કરોડનો ખર્ચ થશે, જ્યારે વર્તમાન વાર્ષિક બજેટ સહાય આશરે ₹10,250 કરોડ છે. આમ આગામી 5 વર્ષમાં કુલ અંદાજિત ખર્ચ આશરે ₹56,696 કરોડ થશે.
આ પણ વાંચોઃ મિનિટોમાં રોકડનો દાવો કરતી એપથી સાવધાન! લોન લેતા પહેલા જાણો APR અને ડેટા ગોપનીયતાનું સત્ય











