ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

… તો ગૂગલ, એરટેલ અને જિયોનું ઇન્ટરનેટ ખતરામાં

નવી દિલ્હી, 5 ઓગસ્ટ, 2025: ભારત સહિત અનેક દેશો સામે ટેરિફ સહિતના એક પછી એક પડકારો આવી રહ્યા છે તેમાં  રેડ સીમાં યમનના હુથી બળવાખોરોએ તણાવ વધારી દીધો છે. તેના લીધે ભારતના ઇન્ટરનેટ પર અસર પડી શકે છે. વાસ્તવમાં ભારતના મોટાભાગના ઇન્ટરનેટ કેબલ્સ આ જ રસ્તે થઈને જાય છે. જો આ કેબલ્સને નુકસાન થયું તો ભારતમાં ઇન્ટરનેટ ઠપ પડી શકે છે. નોંધનીય છે કે અમેરિકા અને ઇઝરાયેલ માટે પણ હુથી બળવાખોરો માથાનો દુ:ખાવો બની ગયા છે. ટૂંકમાં હવે ભારતીય ડિજીટલ ઇકોનોમિ માટે પર ખતરો ઊભો થયો છે.

ગૂગલ, એરટેલ અને જિયોનું ઇન્ટરનેટ ખતરામાં

આ પરિસ્થિતિથી બચવા માટે કેબલ કંપનીઓએ તના પ્રયત્નો વધુ વેગવંતા બનાવ્યા છે. ગૂગલ, એરટેલ અને જિયો જેવી કંપનીઓના ઇન્ટરનેટ પર હાલમાં ખતરો તોળાઇ રહ્યો છે. ભારતની ડિજિટલ ઇકોનોમી માટે રેડ સીનો રસ્તો અત્યંત મહત્ત્વનો માનવામાં આવે છે. કેમ કે આ રસ્તેથી પસાર થતાં કેબલ પર જ ભારતની ડિજિટલ ઇકોનોમી ટકેલી છે.  આ કેબલ્સ ભારતને વર્લ્ડ ઇન્ટરનેટ સાથે જોડવાનું કામ કરે છે.

કેબલ કપાય તો ફાઇબર તેનો ઉકેલ

અહીંથી ગૂગલની બ્લૂ રમન, એરટેલની ટુ આફ્રિકા અને સી મી વી સિક્સ તથા રિલાયન્સ જિયોની ઇન્ડિયા-યુરોપ એક્સપ્રેસ  જેવી મહત્ત્વપૂર્ણ કેબલ્સ મુંબઈ અને ચેન્નાઈના દરિયાકાંઠા સુધી પહોંચી રહી છે. કેબલ કંપનીઓએ આ સ્થિતિનો સામનો કરવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. કંપનીઓ વધુને વધુ ફાઇબર જોડી રહી છે, જેથી ઇન્ટરનેટ કેબલ્સ કપાય તો તેનો ઉપયોગ કરી શકાય.

જો કોઈપણ મુશ્કેલી આવે તો કેબલને રિપેર કરવા અઘરા

રેડ સીમાં વધતા ભયને જોતાં લાઇમસ્ટોર્મ ગ્રુપના સીઇઓ અને મેનેજિંગ ડિરેક્ટર અમજિત ગુપ્તા જણાવે છે કે આ ક્ષેત્રમાં તનાવ વધી ગયો છે. જો કોઈપણ મુશ્કેલી આવે તો કેબલને રિપેર કરવા અઘરા હશે. આ જ કારણે કેટલીય કંપનીઓ હવે રેડ સીને છોડીને જમીન પર કેબલ્સ બિછાવવાનો વિકલ્પ અજમાવી રહી છે. જો કે આમાં જંગી ખર્ચ થઇ શકે છે. આમ કરવાથી ડેટા સર્વિસિસ અને ક્લાઉડ સેન્ટરનો ખર્ચ વધી જશે.

રેડ સીમાં બિછાવાયેલા કેબલ્સને રિપેર કરવા જહાજો જાય તો પણ હૂથીઓ તેમની પાસેથી ખંડણી વસૂલે છે. કેબલ કાપવાનો ડર બતાવી હૂથીઓએ કેટલાક દેશો પર દબાણ કાયમ કર્યુ છે. અમેરિકાએ તેમને પાઠ શીખવાડવા તેમના પર હુમલા કર્યા, છતા તેમની નાપાક પ્રવૃત્તિઓ કાયમ છે.

આ પણ વાંચોઃ છેલ્લા પાંચ વર્ષોમાં 91,370 કેસમાં રૂ. 7.08 લાખ કરોડની કરચોરી પકડાઇ

Back to top button