ગણેશ ઉત્સવમાં સલમાન ખાન ગુસ્સાથી લાલચોળ! કાર નીચે ફેનનો પગ આવતાં જ ડ્રાઇવરનો લીધો ઉધડો

Salman Khan Viral Video: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન હાલ મુંબઈમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરી રહ્યો છે. અંબાણી પરિવારના ગણપતિ વિસર્જન તેમજ બહેન અર્પિતા અને ભાઈ સોહેલ ખાનના ઘરે દર્શન કર્યા બાદ, તાજેતરમાં તે મહારાષ્ટ્રના મંત્રી આશિષ શેલારના ઘરે ગણપતિ બાપ્પાના આશીર્વાદ લેવા પહોંચ્યો હતો. આ દરમિયાન તેની એક ઝલક મેળવવા માટે ચાહકો અને પાપારાઝીઓની ભારે ભીડ ઉમટી પડી હતી.
ભીડ વચ્ચે સલમાનની માનવતા
મંત્રીના ઘરેથી દર્શન કરીને બહાર નીકળતી વખતે સલમાન ખાનને ચાહકોની ગીચ ભીડે ઘેરી લીધા હતા. સલમાને પોતે હાથ જોડીને લોકોને રસ્તો આપવા વિનંતી કરી હતી. જોકે ભીડ અનિયંત્રિત થતાં સુરક્ષાકર્મીઓ તેને કાર તરફ લઈ જઈ રહ્યા હતા, ત્યારે એક બોડીગાર્ડનો ધક્કો ભીડમાં ઊભેલા એક નાનકડા બાળકને વાગી ગયો હતો. આ દ્રશ્ય જોતાં જ સલમાન તુરંત રોકાઈ ગયો હતો, બાળક સાથે પ્રેમથી હાથ મિલાવ્યો હતો અને તેને સલામત રીતે ભીડમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કાર નીચે ચાહકનો પગ આવતાં ‘ભાઈજાન’ લાલઘૂમ
ગણેશ ઉત્સવની ઉજવણી દરમિયાન જ બીજી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સલમાન ખાન પોતાની કારની આગળની સીટ પર બેઠો હતો ત્યારે એક ચાહકનો પગ તેની કારના ટાયર નીચે આવી ગયો હતો. આ ઘટના બનતાં જ સલમાન ખાન અત્યંત ગુસ્સે થઈ ગયો હતો અને તેણે પોતાના ડ્રાઇવર સાથે કડક શબ્દોમાં વાત કરીને સમગ્ર બનાવ અંગે પૂછપરછ કરી તેનો ઉધડો લીધો હતો.
આ પણ વાંચો: Oscar 2027 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી બની આ મરાઠી ફિલ્મ, 33 ફિલ્મોને પાછળ છોડી પસંદગી












