ગ્રીન આઉટફિટમાં છવાઈ Rihanna, મનીષ મલ્હોત્રાની ખાસ જ્વેલરી પહેરી

Entertainment News: ગ્લોબલ સુપરસ્ટાર Rihannaના કારણે મુંબઈમાં ખૂબ જ ચર્ચાઓ ચાલી હતી. 2024માં અનંત અંબાણીની ભવ્ય પ્રી-વેડિંગ પાર્ટી બાદ આંતરરાષ્ટ્રીય પોપ સ્ટાર Rihanna ફરી એકવાર ભારત આવી હતી. મુંબઈની આસપાસ તેની ધમાલના અસંખ્ય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતાં.

Rihanna તેના કોસ્મેટિક બ્રાન્ડ ફેન્ટી બ્યુટીની લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપવા માટે ભારતમાં આવી હતી. ફેન્ટી બ્યુટીની હવેલી નામનો આ કાર્યક્રમ શુક્રવારે મુંબઈમાં યોજાયો હતો.

આ દરમિયાન Rihannaએ પોતાની સ્ટાઇલથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.
તેણે સ્ટાઇલિશ ગ્રીન આઉટફિટ પસંદ કર્યો, જેમાં ફ્લોઇ ટોપ અને મેચિંગ સ્કર્ટનો સમાવેશ થતો હતો. આ લુક જેટલો આરામદાયક હતો તેટલો જ ટ્રેન્ડી અને સ્ટેટમેન્ટ મેકિંગ પણ હતો.

તેના આખા લુકનો સૌથી ખાસ ભાગ તેની જ્વેલરીની પસંદગી રહ્યો. રિહાનાએ તેના આઉટફિટ સાથે ભારતીય ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરાયેલ ગોલ્ડ હથફૂલ પહેર્યો હતો, જેમાં તેના લુકમાં દેશી ટચ જોડાયો હતો.

આ સાથે તેણે તેના બીજા હાથમાં અનેક બ્રેસલેટ, મોટા ઈયરિંગ્સ અને સ્ટેટમેન્ટ રિંગ્સ કેરી કરી હતી, જે તેની સમગ્ર સ્ટાઈલને નિખાર આપતું હતું.

ભારતમાં Fenty Beautyના વિસ્તાર માટે રિહાના માટે મુંબઈ મુલાકાત પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ફેન્ટી બ્યુટી હવેલી માત્ર એક લોન્ચ ઇવેન્ટ નથી, પરંતુ વિવિધતાની ઉજવણી પણ છે. આ ઈવેન્ટ 4 મે સુધી મુંબઈમાં ચાલશે.
આ પણ વાંચોઃ કોણ છે જુહી ભટ્ટ? YouTuber રણવીર અલ્હાબાદિયાએ Instagram પર ઓફિશિયલ કરી રિલેશનશિપ












