ટ્રેન્ડિંગમનોરંજન

Khalnayak Returns: 33 વર્ષ બાદ ખલનાયક બનીને સંજય દત્તનું કમબેક, દર્શકોને ગમ્યો ઈન્ટેન્સ લૂક

Entertainment News: 1993ની સુપરહિટ ફિલ્મ ખલનાયકની યાદો આજે પણ દર્શકોના હૃદયમાં જીવંત છે. સંજય દત્ત અને માધુરી દીક્ષિત અભિનીત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધમાકેદાર રહી હતી. હવે 33 વર્ષ પછી ખલનાયકનું કમબેક થયું છે. ખલનાયક રિટર્ન્સની ધમાકેદાર શરૂઆત થઈ છે. સંજય દત્ત વર્ષો પછી વિલન તરીકે પાછો ફર્યો છે. ફિલ્મનો ફર્સ્ટ લૂક એનાઉન્સમેન્ટ વીડિયો સામે આવ્યો છે.

33 વર્ષ પછી ખલનાયકનું કમબેક

ખલનાયક ફિલ્મનું પહેલું જ દ્રશ્ય ભયાનક છે. ખુન-ખરાબી બતાવાઈ છે. ચારે તરફ આગ લાગી છે અને લાશો ફેલાયેલી છે. ત્યારે જ સંજય દત્ત લોહીથી લથપથ એક માણસની સામે બેસે છે. અભિનેતાના ચહેરા પર ઈજાના નિશાન છે અને લોહી વહી રહ્યું છે. તે ટશનમાં પોતાની સિગાર સળગાવે છે. ટીઝરમાં સંજય દત્તનો ખૂંખાર અંદાજ દર્શાવવામાં આવ્યો છે. લાંબા વાળ અને દાઢી સાથેનો તેનો ઈન્ટેન્સ લૂક ભય જગાડે છે. તેની સામે પડેલો માણસ પોતાના જીવની ભીખ માંગે છે. સંજય કહે છે, બોલા થા ના, રાત કે 10 બજે બલ્લુ જેલ સે ફુરર…નાયક નહિ ખલનાયક હું મે… સંજય દત્તનો સ્વેગ દમદાર છે. ચાહકો તેના કિલર લૂક માટે ક્રેઝી થઈ રહ્યા છે.

ટીઝર શેર કરતાં સંજય દત્તે લખ્યું, કેટલીક વાર્તાઓ ક્યારેય સમાપ્ત થતી નથી… તે ફરી શરૂ થાય છે. ખલનાયક રિટર્ન્સ. ફિલ્મના સંજય દત્ત સહિત અન્ય પાત્રો માટે કાસ્ટિંગ વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. ટીઝર જોતા ચાહકો કહી રહ્યા છે, આ એક અસલી લિજેન્ડનું કમબેક છે. આખરે બાબા તેમના કિંગડમમાં પાછા ફર્યા છે. એકે ​​લખ્યું, સંજુ બાબા ફાયર છે. બીજાએ કહ્યું, મારો બાળપણનો ફેવરિટ ખલનાયક, બલ્લુ બલરામ, પાછો આવ્યો છે.

1993માં આવેલી ફિલ્મ ખલનાયકનું નિર્દેશન સુભાષ ઘાઈએ કર્યું હતું. સંજય અને માધુરી દીક્ષિત ઉપરાંત અનુપમ ખેર, રાખી અને જેકી શ્રોફ મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ તેના સમયની બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ હતી. સંજયે કુખ્યાત ગુનેગાર બલરામ પ્રસાદ (બલ્લુ)ની ભૂમિકા ભજવી હતી. તેના ગીતો આજે પણ ડીજે પર વગાડવામાં આવે છે. ચોલી કે પીછે ક્યા હૈ, ખલનાયક હૈ તુ, અને પાલકી પે હોકે સવાર જેવા ગીતો વર્ષો સુધી ટોપ લિસ્ટમાં રહ્યા હતા અને આજે પણ એટલા સાંભળવામાં આવે છે.

આ પણ વાંચોઃ પીળી કે કાળી કઈ કિસમિસના છે શું ફાયદા? પુરુષોએ કઈ કિસમિસનું સેવન કરવું જોઈએ?

Back to top button