મનોરંજન

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી પોસ્ટ જેવી જ અર્જુન કપૂરની પોસ્ટ, ચાહકોમાં વધ્યું ટેન્શન

Bollywood news: બોલિવૂડના મોટાભાગના સેલિબ્રિટિઝ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક્ટિવ રહેતા હોય છે, લગ્નની વર્ષગાઠ હોય કે પછી જન્મદિવસ કોઈ પણ પોતાની અંગત વાત પોતાના ફેન્સ સાથે શેર કરતા રહેતા હોય છે, કેટલીક પોસ્ટ એવી હોય છે કે ચાહકોમાં ખુશી છવાઈ જાય છે તો કેટલીક પોસ્ટ પર ચાહકો દંગ પણ રહી જાય છે.

અર્જુન કપૂરે કરી ઈમોશનલ પોસ્ટ

સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવા બાબતે અનિલ કપૂરના ભત્રિજા અને હેન્ડસમ હંક અભિનેતા અર્જુન કપૂર પણ પાછળ નથી. તે અવારનવાર કોઈના કોઈ વાત પર પોસ્ટ કરતો રહે છે. અર્જુન કપૂરે પોતાની માતાના જન્મદિવસ પર એક ઈમોશનલ પોસ્ટ કરી હતી, આ પોસ્ટમાં એક્ટરે એવું કઈક લખી નાખ્યું કે તેના ચાહકો પણ ચોંકી ગયા હતા. હવે આ પોસ્ટને લઈને મીડિયા તેમજ તેના ચાહક વર્ગમાં ચર્ચાનો દોર શરુ થયો છે અને લોકો દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતને યાદ કરી રહ્યા છે.

લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા

બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરે એવું તો શું લખ્યું કે લોકોમાં ચર્ચા થઈ રહી છે. લોકોના મનમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અર્જુન કપૂર માતા પ્રત્યે ખૂબ જ ઈમોશનલ છે અને તે અવારનવાર તેની માતા વિશે પોસ્ટ કરતો રહે છે, જો કે આ વખતે પોસ્ટમાં એવું લખ્યું કે લોકો તેની પોસ્ટ ચર્ચાનું કેન્દ્ર બની ગઈ છે.

અર્જુને તેની માતાને યાદ કરીને લખી પોસ્ટ

આ પોસ્ટમાં અર્જુને માત્ર પોતાની માતાને યાદ કરી નથી, પરંતુ પોતાના જીવનના સંઘર્ષો અને ઈમોશનલ ઘાઓને પણ શબ્દોમાં વ્યક્ત કર્યા છે. એક્ટરે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, ‘જીવન હંમેશા મારા માટે સરળ રહ્યું નથી, પરંતુ માતાએ શીખવેલા મૂલ્યોને કારણે હું દરેક મુશ્કેલીનો હિંમત અને ગૌરવ સાથે સામનો કરી શક્યો છું’. આ પછી પોસ્ટમાં અંતિમ વાક્યમાં જે લખ્યું હતું તે ચોંકાવનારુ હતું, જે ‘ટૂંક સમયમાં હું તમને ફરી મળીશ’ હતું.

દિવગંત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જેવી જ અર્જુનની પોસ્ટ

સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આ શબ્દોને ગંભીરતાથી લીધા છે અને અર્જુનની માનસિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કેટલાક યુઝર્સે આ પોસ્ટની તુલના સ્વર્ગસ્થ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સાથે પણ કરી છે. સુશાંતે 3 જૂન, 2020ના રોજ પોતાની માતાને સમર્પિત ઈમોશનલ પોસ્ટ લખી હતી અને થોડા દિવસો બાદ તેમના અવસાનના સમાચાર આવ્યા હતા. આ સમાનતાને કારણે ચાહકો વધુ ચિંતિત બન્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Arjun Kapoor (@arjunkapoor)

 

અર્જુન પણ ટ્રોલિંગનો ભોગ બન્યો છે

અર્જુન કપૂરનું જીવન સરળ રહ્યું નથી. સ્ટાર કિડ હોવા છતાં, તેણે બાળપણમાં વધેલા વજન, માતા-પિતાના તણાવપૂર્ણ સંબંધો અને તેમના છૂટાછેડાનો સામનો કર્યો. બાદમાં, 2012માં તેણે પોતાની માતા મોના કપૂરને ગુમાવી દીધી, જે કેન્સર અને હાઈપરટેન્શન સામે લડી રહી હતી. મોના કપૂરનું 48 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. વ્યક્તિગત સંઘર્ષો વચ્ચે અર્જુને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કર્યો. જોકે, તેની કારકિર્દીમાં હિટ કરતાં વધુ ફ્લોપ ફિલ્મો આવી છે, જેના કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો પણ ભોગ બન્યો છે.

ચાહકો અર્જુનની પોસ્ટને પીડાનો અવાજ માન્યો

નોંધનીય છે કે, તાજેતરમાં તેની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરા સાથેનો સંબંધ પણ પૂર્ણ થયો છે. આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે, અર્જુનની માતા માટેની આ ઈમોશનલ પોસ્ટને ચાહકો માત્ર સ્મૃતિ નહીં, પરંતુ એક અંદરની પીડાનો અવાજ માની રહ્યા છે અને અભિનેતાની સુખાકારી માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Back to top button