Asha Bhosle Died: સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું નિધન, સંગીત જગતમાં શોકની લહેર

Asha Bhosle Passed Away: હિન્દી સિનેમામાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર આવ્યા છે. પદ્મ વિભૂષણથી સન્માનિત અને દિગ્ગજ ગાયિકા આશા ભોસલેનું નિધન થયું છે. ગાયિકાના નિધનના સમાચારથી બોલિવૂડ તેમજ ફિલ્મ ઉદ્યોગ શોકની લહેર છવાઈ છે.
#WATCH | Mumbai: Legendary singer Asha Bhosle's son, Anand Bhosle says, "My mother passed away today. People can pay their last respects to her at 11 am tomorrow at Casa Grande, Lower Parel, where she lived. Her last rites will be performed at 4 pm tomorrow at Shivaji Park." https://t.co/enJlEizboY pic.twitter.com/4WqTd9HYxg
— ANI (@ANI) April 12, 2026
પ્રખ્યાત ગાયિકા આશા ભોસલે હવે આપણી વચ્ચે નથી. તેમણે 92 વર્ષની વયે મુંબઈની બ્રિચ કેન્ડી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. લગભગ 8 દાયકા સુધી ફિલ્મ ઉદ્યોગમાં પોતાના સુરીલા અવાજથી જાદુ કરનાર આ ગાયિકાને શનિવારે (11 એપ્રિલ 2026) ખરાબ તબિયતને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ યુનિટમાં તેમની સારવાર ચાલી રહી હતી. વિશ્વભરના ચાહકો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા હતા. જોકે, આજે (12 એપ્રિલ 2026) ગાયિકાએ દુનિયાને અલવિદા કહી દીધુ છે. તેમના અવસાનથી સુરીલો અવાજ શાંત થઈ ગયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
બોલિવૂડ ફિલ્મ ઉદ્યોગ માટે 2025નું વર્ષ સારું નહોતું અને તે વર્ષે ઘણા કલાકારોનું અવસાન થયું. હવે, 2026માં, ભારતીય કલા જગતને મોટી ખોટ પડી છે. આશા ભોસલેએ લગભગ આઠ દાયકા ફિલ્મ ઉદ્યોગને સમર્પિત કર્યા અને દેશને વિશ્વભરમાં ગૌરવ અપાવ્યું હતું અહેવાલો અનુસાર, તેમના અંતિમ સંસ્કાર સાંજે 4 વાગ્યે દાદર શિવાજી પાર્ક સ્મશાનગૃહ ખાતે કરવામાં આવશે.
આ પણ વાંચો : સંગીત સમ્રાજ્ઞી આશા ભોંસલે: સંગીતમાં યોગદાન, એવોર્ડ્સ અને પરિવાર વિશે ખાસ જાણકારી












