હજારોનો ભોગ લેનારી ભોપાલ ગેસ દુર્ઘટનાનો અંત? ટનબદ્ધ યુનિયન કાર્બાઇડ ઝેરી કચરાનું શું કરાયું? વાંચો

- બે રાત્રિ સુધી કચરો બાળવામાં આવ્યો, કાળું પ્રકરણ રાખમાં સમાયું
એચડી ન્યૂઝ ડેસ્ક, 01 જુલાઇ 2025: Bhopal Gasi tragedy મધ્યપ્રદેશના પીથમપુર શહેરમાં સ્થિત એક નિકાલ પ્લાન્ટમાં યુનિયન કાર્બાઇડ ફેક્ટરીનો તમામ 337 ટન કચરો બળીને રાખ થઈ ગયો છે. આ એજ જીવલેણ કચરો છે જેનાથી ભોપાલ ગેસ દુર્ઘટના સર્જાઇ હતી અને હજારો લોકો મરણને શરણ થયા હતા. શું હતી એ દુનિયામાં નોંધાયેલી દુર્ઘટના અને કેવી રીતે બળાયો ઝેરી કચરો? વાંચો અહેવાલમાં…
શું હતી એ કમકમાટીભરી દુર્ઘટના?
પીથમપુર શહેરમાં સ્થિત એક નિકાલ પ્લાન્ટમાં તા. 2-3 ડિસેમ્બર 1984ની રાત્રે યુનિયન કાર્બાઇડની જંતુનાશક ફેક્ટરીમાંથી એક અત્યંત ઝેરી ગેસ મિથાઈલ આઇસોસાયનેટ (MIC) લીક થયો હતો, જે વિશ્વની સૌથી મોટી ઔદ્યોગિક દુર્ઘટનાઓમાંની એક હતી. આમાં ઓછામાં ઓછા 5479 લોકો મૃત્યુ પામ્યા હતા અને હજારો લોકો અપંગ બન્યા હતા.
307 ટન કચરો બાળવાનું કામ બે દિવસ ચાલ્યું
મધ્યપ્રદેશના રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી શ્રીનિવાસ દ્વિવેદીએ જણાવ્યું હતું કે 307 ટન કચરો બાળવાનું કામ ૫ મેના રોજ સાંજે 7:45 વાગ્યે શરૂ થયું હતું અને 29-30 જૂનની રાત્રે 1 વાગ્યે આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ કચરો મહત્તમ 270 કિલો પ્રતિ કલાકના દરે બાળવામાં આવ્યો હતો. આ પ્રક્રિયા કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ટેકનિકલ નિષ્ણાતોની દેખરેખ હેઠળ કરવામાં આવી હતી.
કચરો બાળવા કેટલા મહિનામાં પ્રક્રિયા પૂર્ણ કરાઇ?
ઝેરી કચરો પ્લાન્ટમાં લાવ્યાના છ મહિના પછી આ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ભોપાલ ગેસ દુર્ઘટનાનો કાળો પ્રકરણ સમાપ્ત થાય છે. અગાઉ, ત્રણ ટ્રાયલ દરમિયાન પ્લાન્ટમાં 30 ટન કચરો બાળી નાખવામાં આવ્યો હતો. બાકીના 307 ટન કચરાને બાળવાની પ્રક્રિયા 5 મેના શરૂ થઈ હતી અને 29-30 જૂનની મધ્યરાત્રિએ પૂર્ણ થઈ હતી, જેનાથી 1984ની ભોપાલ ગેસ દુર્ઘટના સંબંધિત એક કાળા પ્રકરણનો અંત આવ્યો હતો.
શરૂઆતમાં કોણે વિરોધ કર્યો?
આ પ્રક્રિયા મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્દેશો હેઠળ ધાર જિલ્લાના પીથમપુર ઔદ્યોગિક શહેરમાં સ્થિત પ્લાન્ટમાં હાથ ધરવામાં આવી હતી. જોકે, શરૂઆતમાં સ્થાનિક લોકોએ પર્યાવરણ અને આરોગ્ય પર થતી અસરને કારણે તેનો વિરોધ કર્યો હતો.
રાખને કેવી રીતે રખાઇ? હજુ નવેમ્બર સુધી શું થશે?
‘આ પ્રક્રિયા દરમિયાન આસપાસના વિસ્તારોમાં રહેતા લોકોના સ્વાસ્થ્ય પર કોઈ પ્રતિકૂળ અસર થવાની અમને કોઈ માહિતી મળી નથી.’ દ્વિવેદીના જણાવ્યા મુજબ, કચરો બાળ્યા પછી બચેલી રાખ અને અન્ય અવશેષોને સુરક્ષિત રીતે બોરીઓમાં પેક કરવામાં આવ્યા છે અને પ્લાન્ટના લીક-પ્રૂફ શેડમાં રાખવામાં આવ્યા છે. આ અવશેષોને જમીનમાં દાટી દેવા માટે વૈજ્ઞાનિક રીતે ખાસ લેન્ડફિલ સેલ બનાવવામાં આવી રહ્યા છે, જે નવેમ્બર સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.
આ પણ વાંચો:રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો બજારમાંથી લેશે ઋણ, ગુજરાત રૂ. 1,000 કરોડ ઊભા કરશે
આ પણ વાંચો:Fiscal Deficit: એપ્રિલ-મેમાં રાજકોષીય ખાધ વાર્ષિક ખાધ અનુમાન સામે 0.8 ટકા રહી












