
નવી દિલ્હી, 1 જુલાઇ, 2025: રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ સંયુક્ત રીતે જુલાઇથી સપ્ટેમ્બર 2025 ત્રિમાસિક ગાળામાં બજારોમાંથી લગભગ 2.86 લાખ કરોડ રૂપિયા ઊભા કરશે. ભારતીય રિઝર્વ બેન્કે (RBI) આવો સંકેત આપ્યો છે. RBIએ રાજ્. સરકારો/કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે પરામર્શ કર્યા બાદ અપેક્ષિત બજાર ઋણ યોજના નક્કી કરી છે.
1 જુલાઇએ બજારમાંથી ઊભા કરાશે. રૂ. 18.100 કરોડ
આજે બજારમાંથી રૂ. 18.100 કરોડ ઊભા કરવાનો પ્રસ્તાવ છે. તેમાં ગુજરાત (રૂ. 1,000 કરોડ), આંધ્ર પ્રદેશ (રૂ. 2000 કરોઃ, આસામ (રૂ. 900 કરોડ, હિમાચલ પ્રદેશ (રૂ. 1,200 કરોડ), કેરળ (રૂ. 2,000 કરોડ), મહારાષ્ટ્ર (6,000 કરોડ), રાજસ્થાન (500 કરોડ), તામિલનાડૂ (રૂ. 2,000 કરોડ), તેલંગણા (રૂ. 1,500 કરોડ) અને પશ્ચિમ બંગાળ (રૂ. 1,000 કરોડ)નો સમાવેશ થાય છે.
પ્રથમ છ મહિનામાં આઠ લાખ કરોડ લેવામાં આવશે
નાણાકીય વર્ષ 2025-26 માટે બજેટમાં નિર્ધારિત રૂ. 14.82 લાખ કરોડના કુલ બજાર ઋણમાંથી, સરકાર પ્રથમ છ મહિનામાં રૂ.૮ લાખ કરોડ એટલે કે 54% લેશે. આ લોન “ડેટેડ સિક્યોરિટીઝ” એટલે કે નિશ્ચિત સમયગાળા માટે જારી કરાયેલા સરકારી બોન્ડ દ્વારા લેવામાં આવશે. સરકાર 26 સપ્તાહોમાં સાપ્તાહિક હરાજી દ્વારા રૂ. ૮ લાખ કરોડની આ લોન એકત્ર કરશે. આ બોન્ડ 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 30 વર્ષ, 40 વર્ષ અને 50 વર્ષ જેવા વિવિધ સમયગાળાના હશે.
વિવિધ મુદતના બોન્ડ જારી કરવામાં આવશે
નાણાં મંત્રાલયે માર્ચમાં જણાવ્યું હતું કે સરકાર 2025-26માં વિવિધ મુદતની સરકારી સિક્યોરિટીઝ (SGrBs સહિત) દ્વારા ઋણ લેશે. આમાં ઋણનું વિતરણ આ પ્રમાણે રહેશે:
- 3 વર્ષ માટે 5.3%
- 5 વર્ષ માટે 11.3%
- 7 વર્ષ માટે 8.2%
- 10 વર્ષ માટે 26.2%
- 15 વર્ષ માટે 14.0%
- 30 વર્ષો માટે 10.5%
- 40 વર્ષો માટે 14.0%
- 50 વર્ષો માટે 10.5%
રાજકોષીય ખાધને જીડીપીના 4.5 ટકાથી નીચે રાખવાનો લક્ષ્યાંક
બજેટ રજૂ કરતી વખતે, નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે 2025-26 માટે સરકારનો રાજકોષીય ખાધનો લક્ષ્યાંક જીડીપીના 4.4% રહેવાનો અંદાજ છે, જે 2024-25માં 4.8%ના સુધારેલા અંદાજ કરતાં ઓછો છે. સરકાર 2025-26ના અંત સુધીમાં રાજકોષીય ખાધને 4.5%થી નીચે લાવવાનું લક્ષ્ય રાખે છે.
નાણાકીય વર્ષ 2025-26માં બજારમાંથી 15.4 લાખ કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના
સરકારની કુલ આવક અને કુલ ખર્ચ વચ્ચેના તફાવતને રાજકોષીય ખાધ કહેવામાં આવે છે. તે જણાવે છે કે સરકારે કેટલા પૈસા ઊભા કરવા પડશે. 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટમાં જાહેરાત કર્યા મુજબ, સરકાર નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન બજારમાંથી 15.4 લાખ કરોડ રૂપિયા બજારમાંથી ઊભા કરવાની યોજના ધરાવે છે. સરકારનો હેતુ મૂડી ખર્ચ માટે બજાર ઋણનો ઉપયોગ કરવાનો છે, કારણ કે સરકાર આ ઋણનો ઉપયોગ મુખ્યત્વે મૂડી ખર્ચ માટે કરશે, કારણ કે આ ખર્ચ અર્થતંત્રમાં ફુગાવામાં વધારો કરતું નથી.
આ પણ વાંચોઃ Fiscal Deficit: એપ્રિલ-મેમાં રાજકોષીય ખાધ વાર્ષિક ખાધ અનુમાન સામે 0.8 ટકા રહી












