કોંગોમાં Ebola વાયરસનો કહેર: 80 લોકોનાં મોત, Hantavirus વચ્ચે નવા ખતરાએ વધારી ચિંતા

Ebola virus outbreak in Congo: Hantavirusને લઈને દુનિયામાં ચિંતા વધી રહી છે ત્યારે કોંગોમાં હવે Ebola Virus Diseaseનો ભયાનક પ્રકોપ સામે આવ્યો છે. પૂર્વી કોંગોના ઇતુરી પ્રાંતમાં Ebola સંક્રમણના કારણે અત્યાર સુધીમાં લગભગ 80 લોકોના મોત થયા હોવાનું જણાવાયું છે.
સાથે જ સૈંકડો સંદિગ્ધ કેસો સામે આવતા આરોગ્ય વિભાગની ચિંતા વધુ વધી ગઈ છે. સ્થાનિક પ્રશાસન અને આરોગ્યકર્મીઓ દ્વારા સંક્રમણને કાબૂમાં લેવા માટે મોટા પાયે કોન્ટેક્ટ ટ્રેસિંગ અને સ્ક્રીનિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHm
Ebolaના દુર્લભ વેરિઅન્ટની ઓળખ
કોંગોના આરોગ્ય મંત્રાલય મુજબ, સંદિગ્ધ દર્દીઓના સેમ્પલની તપાસ દરમિયાન Bundibugyo ebolavirusની ઓળખ થઈ છે.
અહેવાલ મુજબ, વર્ષ 1976 પછી કોંગોમાં Ebola વાયરસનો આ 17મો મોટો પ્રકોપ માનવામાં આવી રહ્યો છે.
બુનિયામાં વધતો ભય
ઇતુરી પ્રાંતની રાજધાની બુનિયામાં લોકોમાં ભારે ભયનો માહોલ છે.
સ્થાનિક રહેવાસી જિન માર્ક આસિમ્વેએ જણાવ્યું કે દરરોજ અનેક લોકોના મોતના સમાચાર આવી રહ્યા છે અને એક જ દિવસે બે-ત્રણ અંતિમ સંસ્કાર થવું હવે સામાન્ય બની ગયું છે.
તેમણે કહ્યું કે લોકોમાં સંક્રમણને લઈને અનિશ્ચિતતા અને ડર સતત વધી રહ્યો છે.
નર્સનો કેસ
સેમ્યુઅલ-રોજર કામ્બાના જણાવ્યા અનુસાર, આ સંક્રમણનો પહેલો સંદિગ્ધ કેસ એક નર્સ સાથે જોડાયેલો હતો, જેનું એપ્રિલના અંતમાં બુનિયાની એક હોસ્પિટલમાં મોત થયું હતું.
Ebola કેવી રીતે ફેલાય છે?
Ebola વાયરસ સંક્રમિત વ્યક્તિના લોહી, ઉલ્ટી, પરસેવો અને અન્ય શારીરિક પ્રવાહીઓના સંપર્કમાં આવવાથી ફેલાય છે.
Ebolaના મુખ્ય લક્ષણો
Ebolaના મુખ્ય લક્ષણોમાં:
- ભારે તાવ
- માથાનો દુખાવો
- શરીરમાં નબળાઈ
- માંસપેશીઓમાં દુખાવો
- ઉલ્ટી અને ડાયરીયા
- આંતરિક અથવા બાહ્ય રક્તસ્રાવ
જેવા ગંભીર લક્ષણોનો સમાવેશ થાય છે.
કોંગોના આરોગ્ય વિભાગે લોકોને સાવચેત રહેવા અને સંક્રમિત લોકો સાથે સંપર્ક ટાળવાની અપીલ કરી છે.
આ પણ વાંચો : હોર્મુઝ જળમાર્ગથી ભારત માટે રાહતના સમાચાર: કાચા તેલથી ભરેલો ટૅન્કર ભારત તરફ રવાના












