મ્યાનમારમાં ફરી જોરદાર ભૂકંપ આવ્યો, 5.5 ની તિવ્રતાથી ડરી લોકો દોડવા લાગ્યા

મ્યાનમાર, 13 એપ્રિલ 2025: ભારતના પાડોશી દેશ મ્યાનમારમાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. આજે, રવિવાર ૧૩ એપ્રિલ ૨૦૨૫ ના રોજ, વહેલી સવારે, મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ એવા સમયે આવ્યો જ્યારે અડધાથી વધુ દેશ ગાઢ નિંદ્રામાં હતો. આજના ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 માપવામાં આવી હતી. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મેઇક્ટિલાથી 34 કિલોમીટર ભૂગર્ભમાં જોવા મળ્યું હતું.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અને યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ આજે મ્યાનમારમાં આવેલા ભૂકંપની પુષ્ટિ કરી છે. આ ભૂકંપથી કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી, પરંતુ 28 માર્ચે મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં લગભગ 3600 લોકોના મોત થયા હતા અને ત્યારથી, મ્યાનમારના લોકો સતત ભૂકંપના આંચકાનો સામનો કરી રહ્યા છે.
EQ of M: 5.3, On: 12/04/2025 13:00:55 IST, Lat: 33.70 N, Long: 72.43 E, Depth: 10 Km, Location: Pakistan.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjcVGs @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/8NMoU2Lhe2— National Center for Seismology (@NCS_Earthquake) April 12, 2025
પાકિસ્તાન અને તાજિકિસ્તાનમાં ભૂકંપ આવ્યો
અહીં ઉલ્લેખનિય છે કે તાજેતરના દિવસોમાં ભારતના પડોશી દેશ પાકિસ્તાનની જમીન ભૂકંપને કારણે ઘણી વખત ધ્રુજી ઉઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 અને 5.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં જ જમીનથી 10 કિલોમીટર નીચે જોવા મળ્યું હતું. પાકિસ્તાનમાં આવેલા ભૂકંપના આંચકા ભારત સુધી અનુભવાયા હતા. રાજૌરી અને પૂંછમાં લોકો ભૂકંપના આંચકાથી હચમચી ગયા હતા.
ભૂકંપ ફક્ત પાકિસ્તાનમાં જ નહીં, પરંતુ તેના પડોશી દેશ તાજિકિસ્તાનમાં પણ આવ્યો હતો. ૧૧ એપ્રિલ ૨૦૨૫, શનિવારના રોજ મોડી રાત્રે તાજિકિસ્તાનમાં ભૂકંપ આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) એ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૪.૨ જણાવી હતી. ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીથી 110 કિલોમીટર નીચે ઊંડાઈએ જોવા મળ્યું. પાકિસ્તાનમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ તાજિકિસ્તાનમાં હતું.
આ પણ વાંચો: વક્ફ કાયદાના વિરોધમાં મુર્શિદાબાદમાં હિંસા: BSFની પાંચ ટીમે મોરચો સંભાળ્યો, 3ના મૃત્યુ












