ટ્રાવેલટ્રેન્ડિંગનેશનલમીડિયાયુટિલીટીવર્લ્ડવીડિયો સ્ટોરી

પાવર બેંકમાં આગ લાગતાં વિમાનની કેબિન ધુમાડાથી ભરાઈ ગઈ, ગભરાટ ફેલાયો; જુઓ વીડિયો

એમ્સ્ટર્ડમ, 11 ઓગસ્ટ 2025:  એમ્સ્ટર્ડમ જઈ રહેલા KLM બોઈંગ 777 વિમાનમાં તે વખતે અફરાતફરીનો માહોલ સર્જાયો જ્યારે ઉપરના લોકરમાં અચાનક આગ લાગવાથી ધુમાડો ફેલાઈ ગયો. આ ઘટનાથી પ્રવાસી ઓમાં ભયનો માહોલ સર્જાયો અને ધુમાડાથી બચવા માટે તેમણે પોતાનો ચહેરો ઢાંકી દીધો. આ ઘટના લેન્ડિંગના લગભગ ચાર કલાક પહેલાં બની જ્યારે મોટાભાગના પ્રવાસીઓ ઊંઘી રહ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં પ્રવાસીઓ ગભરાયેલા દેખાઈ રહ્યા છે.

પ્રવાસીનો અનુભવ

વિમાનમાં સવાર એક વ્યક્તિએ આ ઘટનાને પોતાની જિંદગીની સૌથી તણાવપૂર્ણ મુસાફરીમાંથી એક ગણાવી. તેમણે જણાવ્યું કે ધુમાડો એટલો બધો હતો કે તેમણે ઓશીકું વડે નાક ઢાંકવું પડ્યું. જોકે, આ ઘટના બાદ વિમાન સુરક્ષિત રીતે એમ્સ્ટર્ડમમાં ઉતર્યું અને કોઈ હતાહતની ખબર નથી.

એરલાઈનનું નિવેદન

ઘટના બાદ એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું, “પાવર બેંકમાં આગ લાગવાને કારણે વિમાનનું કેબિન ધુમાડાથી ભરાઈ ગયું. ચાલક દળે નિર્ધારિત સુરક્ષા પ્રક્રિયાઓનું પાલન કરીને તાત્કાલિક જરૂરી પગલાં લીધાં.” એરલાઈને વધુમાં કહ્યું, “વ્યાપક સુરક્ષા સમીક્ષા બાદ, વિમાનમાં પાવર બેંકના ઉપયોગના જોખમોને ઘટાડવા માટે અમે કડક વલણ અપનાવી રહ્યા છીએ. તાજેતરના વર્ષોમાં પાવર બેંકનો ઉપયોગ કરનારા ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે, જેના પરિણામે ઉડ્ડયન ઉદ્યોગમાં લિથિયમ બેટરીથી સંબંધિત ઘટનાઓમાં વધારો થયો છે.”

આગ લાગવાનું જોખમ

જે પાવર બેંકમાં આગ લાગી હતી તેમાં લિથિયમ-આયન બેટરી હતી, જેને કેરી-ઓન સામાનમાં લઈ જવાની મંજૂરી છે. પરંતુ આ બેટરીઓ વધુ ગરમ થવાથી તેમાં આગ લાગવાનું જોખમ રહે છે. ફોન અને લેપટોપ જેવા ઉપકરણોમાં સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી લિથિયમ બેટરીઓથી વિમાનોમાં આગ લાગવાની ઘટનાઓ વધી છે. કેટલીક એરલાઈન્સે ઉડાન દરમિયાન પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. એમિરેટ્સે તાજેતરમાં 1 ઓક્ટોબર, 2025થી ઉડાનોમાં પાવર બેંકના ઉપયોગ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરી છે, જોકે પ્રવાસીઓ હજુ પણ તેને ઉપયોગ વિના વિમાનમાં લાવી શકે છે.

આ પણ વાંચો : અત્યારસુધીમાં રાજ્યમાં સરેરાશ ૬૪ ટકાથી વધુ વરસાદ, સૌથી વધુ વરસાદ ક્યાં વરસ્યો?

Back to top button