દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈરાને દાગ્યા 2 ડ્રોન, 1 ભારતીય સહિત 4 ઘાયલ

બુધવારે દુબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પાસે બે ડ્રોન પડવાથી હડકંપ મચી ગયો. અધિકારીઓએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે, આ ઘટનામાં ચાર લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં ઘાનાના બે નાગરિક, એક બાંગ્લાદેશી નાગરિક અને એક ભારતીય નાગરિક સામેલ છે, જેમને નાની મોટી ઈજાઓ થઈ છે. ઘટનાના તરત બાદ સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને તાત્કાલિક પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
અધિકારીઓએ જણાવ્યું હતું કે હવાઈ ટ્રાફિક પર કોઈ નકારાત્મક અસર પડી નથી અને હવાઈ ટ્રાફિક સંપૂર્ણપણે સામાન્ય ચાલી રહ્યો છે.
દુબઈ મીડિયા ઓફિસે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું, “સત્તાવાળાઓએ પુષ્ટિ આપી છે કે થોડા સમય પહેલા દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ (DXB) નજીક બે ડ્રોન પડી ગયા હતા, જેમાં બે ઘાનાના નાગરિકો અને એક બાંગ્લાદેશી નાગરિકને સામાન્ય ઈજા થઈ હતી, અને એક ભારતીય નાગરિકને પણ સામાન્ય ઈજા થઈ હતી. હવાઈ ટ્રાફિક સામાન્ય રીતે કાર્યરત છે.”
શું સુપ્રીમ લીડર મોજતબા ઘાયલ થયા?
મિડલ ઈસ્ટમાં યુદ્ધ સતત ચાલી રહ્યું છે. ઇઝરાયલ અને ઈરાન એકબીજા પર સતત હુમલા કરી રહ્યા છે. ઇરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેની યુદ્ધ દરમ્યાન ઘાયલ થયા છે. ઈરાની રાષ્ટ્રપતિના પુત્ર યુસુફ પેઝેશ્કિયાને આ વાતની પુષ્ટિ કરી છે. ખામેનીના સ્વાસ્થ્ય અને ઠેકાણા અંગે ચાલી રહેલી અટકળો વચ્ચે આ નિવેદન આવ્યું છે.
Authorities confirm that two drones fell in the vicinity of Dubai International Airport (DXB) a short while ago, resulting in minor injuries to two Ghanaian nationals and one Bangladeshi national, and moderate injuries to one Indian national. Air traffic is operating as normal.
— Dubai Media Office (@DXBMediaOffice) March 11, 2026
પેઝેશ્કિઆને વધુમાં જણાવ્યું હતું કે ઇજાઓ છતાં, નવા સર્વોચ્ચ નેતા, જેમણે યુએસ-ઇઝરાયલી હુમલામાં તેમના પિતા અલી ખામેનીના મૃત્યુ પછી તેમનું સ્થાન લીધું હતું, તેઓ “સુરક્ષિત અને સ્વસ્થ” છે.
પેજેશકિયાને પોતાના ટેલિગ્રામ ચેનલ પર પોસ્ટ કરતા જણાવ્યું, “મેં સમાચાર સાંભળ્યા કે મિસ્ટર મોજતબા ખામેની ઘાયલ થઈ ગયા છે. “મેં તેમના કેટલાક મિત્રોને પૂછ્યું જેમના તેમના સાથે સંબંધ હતા. તેઓએ મને કહ્યું કે, ભગવાનનો આભાર, તેઓ સુરક્ષિત અને સ્વસ્થ છે.”
ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલી હુમલાના પહેલા દિવસે ખામેની ઘાયલ થયા હતા.
આ પણ વાંચો: ‘રશિયાને ખાસ ફાયદો થશે નહીં’, અમેરિકાનું નવું નિવેદન – ભારતને તેલ ખરીદી માટે કામચલાઉ છુટ












