ચારિત્ર્ય પર હતી શંકા… પતિએ કાપી નાંખ્યુ પત્નીનું નાક, જાનવર ખાઇ ગયા કપાયેલો ભાગ

મધ્ય પ્રદેશ: 11 નવેમ્બર, 2025: મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લામાંથી એક ચોંકાવનારી અને ક્રૂર ઘટના સામે આવી છે. ચારિત્ર્ય પર શંકા રાખીને એક પતિએ તેની પત્ની સાથે મારપીટ કરી અને ગુસ્સામાં આવીને તેની નાક કાપી નાખી. આરોપી પતિની પોલીસે ધરપકડ કરી લીધી છે.
ગુજરાતમાં કામ કરતી વખતે થયો હતો વિવાદ
આ ઘટના મંગળવારની છે. રાણાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના પાડલવા ગામના 23 વર્ષીય રાકેશ તેની 22 વર્ષીય પત્ની અને 6 વર્ષના પુત્ર સાથે ગુજરાતના સંતરામપુરની એક ફેક્ટરીમાં મજૂરી કરવા ગયા હતા અને છેલ્લા 4 મહિનાથી ત્યાં જ કામ કરી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, આ જ ફેક્ટરીમાં બિહાર મૂળનો એક મજૂર પણ કામ કરતો હતો, જેની સાથે મહિલા વાતચીત કરતી હતી. આ જ વાતને લઈને પતિને પત્ની પર શંકા રહેતી હતી અને તે અવારનવાર ઝઘડો કરતો હતો.
ગામમાં પહોંચતા જ વધ્યો ઝઘડો
મંગળવારે પતિ-પત્ની સંતરામપુરથી બાઇક પર પોતાના ગામ પાડલવા પરત ફરી રહ્યા હતા. કહેવાય છે કે આખા રસ્તા દરમિયાન પતિ-પત્ની ઝઘડો કરતા રહ્યા. સાંજે લગભગ 4:30 વાગ્યે જ્યારે બંને ગામ પહોંચ્યા, ત્યારે પણ તેમની વચ્ચે ઉગ્ર વિવાદ થયો. વિવાદ એટલો વધી ગયો કે પતિ રાકેશે પોતાના પર્સમાંથી બ્લેડ કાઢી અને પત્નીનું નાક કાપી નાખ્યું. એટલું જ નહીં, બ્લેડથી પત્નીની આંગળીઓ પર પણ હુમલો કર્યો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થઈ.
નાક જાનવરો ખાઈ ગયા
આ ઘટના બાદ જ્યારે નાક શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો, ત્યારે જાણવા મળ્યું કે નાકનો કપાયેલો ભાગ જાનવરો ખાઈ ગયા હતા. આ કૃત્ય કર્યા પછી આરોપી પતિ રાકેશ પોતે જ ઈજાગ્રસ્ત પત્નીને બાઇક પર બેસાડીને સારવાર માટે રાણાપુર હોસ્પિટલ લઈ ગયો. જ્યાં સ્થિતિ ગંભીર જણાતા ડૉક્ટરોએ મહિલાને ઝાબુઆની જિલ્લા હોસ્પિટલમાં રિફર કરી હતી.
રાણાપુરના પોલીસ સ્ટેશન પ્રભારી દિનેશ રાવતે જણાવ્યું કે, ઘટનાની જાણ થતાં જ પોલીસે કાર્યવાહી કરી અને આરોપી પતિની ધરપકડ કરવામાં આવી છે. કાયદાની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ શું ટપ્પુ 8 વર્ષ પછી ગોકુલધામ પાછો ફરશે? ભવ્ય ગાંધીના નિવેદનથી આશા જાગી, કહ્યું; “મારું જીવન…”
આ પણ વાંચોઃ ડોક્ટરના લોકરમાંથી AK-47 રાઈફલ મળી, જમ્મુ-કાશ્મીર પોલીસ ચોંકી ઉઠી












