
મધ્યપૂર્વમાં સતત બગડતી પરિસ્થિતિ અને ખાડી સંકટની વચ્ચે પીએમ મોદીએ સામાન્ય જનતાને તેલ, ગેસ, સોનું સહિત કેટલીક વસ્તુઓ પર સંયમ રાખવાની અપીલ કરતા રાહુલ ગાંધીએ આકરી ટીકા કરી છે. તેમને કહ્યું કે, છેલ્લા 12 વર્ષમાં દેશ એવા તબક્કે પહોંચી ગયો છે જ્યાં જનતાને શું ખરીદવું, શું ન ખરીદવું, ક્યાં જવું અને ક્યાં ન જવું તે કહેવું પડે છે. આ ઉપદેશો નથી પરંતુ નિષ્ફળતાના પુરાવા છે.
કોંગ્રેસના નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે સોશિયલ મીડિયા પર પીએમ મોદીની અપીલ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમને કહ્યું કે, “ગઈકાલે, પીએમ મોદીએ જનતા પાસેથી બલિદાન માંગતા કહ્યું, સોનું ન ખરીદો, વિદેશ ન જાઓ, પેટ્રોલ ઓછું વાપરો, ખાતર અને રસોઈ તેલ ઓછું કરો, મેટ્રોમાં મુસાફરી કરો અને ઘરેથી કામ કરો. આ ઉપદેશો નથી, પરંતુ નિષ્ફળતાના પુરાવા છે.”
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સમાધાન એ વડાપ્રધાનના નિયંત્રણ બહારની વાત : રાહુલ ગાંધી
પીએમ મોદીના 12 વર્ષના શાસન અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, “છેલ્લા 12 વર્ષમાં, દેશ એવી સ્થિતિમાં આવી ગયો છે જ્યાં જનતાને શું ખરીદવું, શું ન ખરીદવું, ક્યાં જવું અને ક્યાં ન જવું તે જણાવવું પડે છે. દરેક વખતે, તેઓ જવાબદારીથી બચવા માટે જનતા પર જવાબદારી ઢોળી દે છે. દેશ ચલાવવો હવે સમાધાનકારી વડા પ્રધાનના હાથમાં નથી.”
પીએમ મોદીએ લોકોને શું અપીલ કરી હતી?
આ પહેલા, પીએમ મોદીએ ગઈકાલે તેલંગાણામાં એક કાર્યક્રમ દરમિયાન જનતાને સંયમ રાખવાની અપીલ કરી હતી. ખાડીમાં તણાવ વચ્ચે વધતી જતી વૈશ્વિક કટોકટી અને વધતા જતા વૈશ્વિક ઉર્જા દબાણને ધ્યાનમાં રાખીને, પીએમ મોદીએ લોકોને પેટ્રોલ, ડીઝલ અને ગેસનો વિવેકપૂર્ણ અને સંયમપૂર્વક ઉપયોગ કરવા વિનંતી કરી. તેમણે લોકોને ઘરેથી કામ કરવાનું, ઓનલાઈન મીટિંગ્સ અને વિડીયો કોન્ફરન્સ શરૂ કરવા પણ વિનંતી કરી, જે COVID-19 રોગચાળા દરમિયાન અમલમાં હતા.
વિદેશી ચલણ સંરક્ષણ માટે અપીલ કરતા, પીએમ મોદીએ જણાવ્યું હતું કે, વૈશ્વિક પેટ્રોલ અને ડીઝલના ભાવ ઝડપથી વધી રહ્યા છે, જેના કારણે દેશના વિદેશી ચલણનો બોજ વધી રહ્યો છે. તેમણે લોકોને ખાનગી વાહનોને બદલે મેટ્રો અથવા જાહેર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન આપવા વિનંતી કરી. તેમણે માલ પરિવહન માટે રેલવેને પ્રાથમિકતા આપવાનો પણ આગ્રહ કર્યો. તેમણે આગામી વર્ષ માટે સોનાની ખરીદી મુલતવી રાખવાની પણ હાકલ કરી.
આ પણ વાંચો : મનાલીમાં ભાવનગરના એક જ પરિવારના 5 લોકોના કરુણ મોત, કાર ઊંડી ખીણમાં ખાબકી












