ટ્રેન્ડિંગધર્મ

શ્રાવણના પ્રથમ સોમવારે કરો આ ઉપાયો, મહાદેવ રાજીના રેડ થઈને વરસાવશે કૃપા

મહાદેવના પ્રિય શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે. આવતીકાલ, તા. 28 જુલાઈના રોજ શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે. શ્રાવણનો પ્રથમ સોમવાર શિવ ઉપાસના માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શ્રાવણના દરેક સોમવારે લોકો મંદિરમાં જઈને શિવલિંગનો જલાભિષેક કરે છે, તેમને બિલીપત્ર, ધતુરા, ચંદન અને ફૂલ વગેરે ચઢાવે છે. શ્રાવણ માસમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ભક્તો સોમવારનું વ્રત રાખે છે. બીજી તરફ જો કોઈ દંપતિને સંતાન સુખ જોઈતું હોય તો તેમણે શ્રાવણના પહેલા સોમવારે કેટલાક ઉપાય કરવા જોઈએ.

સંતાન સુખ માટે શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન શિવને દૂધમાં ચંદન મિક્સ કરીને અભિષેક કરો. એવું માનવામાં આવે છે કે જો શ્રાવણના પ્રથમ સોમવારે ભગવાન શિવની પૂજા યોગ્ય રીતે કરવામાં આવે તો પરિવારની વૃદ્ધિ, સંતાન પ્રાપ્તિની સાથે તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

જો તમે તમારી પોતાની પ્રગતિ ઈચ્છતા હોવ તો શ્રાવણના સોમવારે શિવલિંગની સામે બેસીને ‘ઓમ નમઃ શિવાય’ અને ‘ઓમ સોમાય નમઃ’નો જાપ કરો. રુદ્રાક્ષની માળાથી આ મંત્રનો જાપ કરો.

જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ તો આખા શ્રાવણ માસ દરમિયાન ભગવાનને શેરડીના રસનો અભિષેક કરો. તેનાથી તમારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. આ સાથે જ જો તમે શ્રાવણ મહિનામાં સ્નાન કરીને પ્રદોષ કાળમાં ભોલેનાથની પૂજા કરો છો તો તમને મહત્તમ લાભ મળે છે.

આ સિવાય શ્રાવણના પ્રથમ સોમવારે પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરો. ત્યારબાદ સફેદ ચંદન, સફેદ ફૂલ, પંચામૃત, ચોખા, સોપારી, બિલીપત્ર વગેરેથી શિવલિંગની પૂજા કરો. આમ કરવાથી તમારી મનોકામના પૂર્ણ થશે.

આ ઉપાંત પૌરાણિક માન્યતાઓ અનુસાર સોમવારે પૂજા કરવાથી વિશેષ ફળ પ્રાપ્ત થાય છે. આ સાથે જ બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે. સોમવારે કેટલાક મંત્રોનો જાપ કરવાથી ભોળાનાથ જલ્દી પ્રસન્ન થાય છે અને મનોકામનાઓ પૂર્ણ કરે છે. આવો જાણીએ શિવના ચમત્કારી મંત્રો વિશે.

શિવ નમસ્કાર મંત્ર

જો તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માંગો છો તો પૂજા કરતા પહેલા આ મંત્રનો જાપ કરો.

शम्भवाय च मयोभवाय च नमः शंकराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च।।

ईशानः सर्वविध्यानामीश्वरः सर्वभूतानां ब्रम्हाधिपतिमहिर्बम्हणोधपतिर्बम्हा शिवो मे अस्तु सदाशिवोम।।

પંચાક્ષર મંત્ર

આ મંત્રનો ભક્તિભાવથી જાપ કરવાથી વ્યક્તિને તમામ કષ્ટો અને સંકટમાંથી મુક્તિ મળે છે.

ॐ नम: शिवाय।

શિવ નામાવલી મંત્ર

સોમવારે પૂજા કરતી વખતે નામાવલિ મંત્રનો જાપ કરવો વધુ ફળદાયી માનવામાં આવે છે.

।। श्री शिवाय नम:।।

।। श्री शंकराय नम:।।

।। श्री महेश्वराय नम:।।

।। श्री सांबसदाशिवाय नम:।।

।। श्री रुद्राय नम:।।

।। ओम पार्वतीपतये नम:।।

।। ओम नमो नीलकण्ठाय नम:।।

મહામૃત્યુંજય મંત્ર

આ મંત્રનો નિયમિત જાપ કરવાથી રોગો, દોષ અને તમામ પરેશાનીઓનો અંત આવે છે.

ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम्।

उर्वारुकमिव बन्धनान मृत्योर्मुक्षीय मामृतात्॥

શિવ ગાયત્રી મંત્ર

ગાયત્રી મંત્રનો જાપ કરવાથી પિતૃ દોષ, કાલસર્પ દોષ, રાહુ કેતુ અને શનિના કષ્ટોમાંથી મુક્તિ મળે છે

।। ओम तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्र: प्रचोदयात ।।

લઘુ મહામૃત્યુંજય મંત્ર

જે લોકો માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો મુશ્કેલ છે, તેમણે લઘુ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ, તેનાથી અસાધ્ય રોગો પણ મટે છે.

ॐ हौं जूं सः

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે HD ન્યૂઝ કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Back to top button