ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘સુપર ચોર’ બંટીની ધરપકડ, આ ચોર પર બની ચૂકી છે એક ફિલ્મ

દિલ્હી પોલીસે ‘સુપર થીફ’ તરીકે જાણીતા બંટી ઉર્ફે દેવેન્દ્રની ધરપકડ કરી છે. કાનપુર શહેર સુધી પીછો કરીને પોલીસે બંટીની ધરપકડ કરી હતી. બંટીએ ભૂતકાળમાં ગ્રેટર કૈલાશમાં બે મકાનોમાં ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. પોલીસે બંટી પાસેથી 2 ચોરેલા લેપટોપ, 3 મોબાઈલ ફોન, 5 એલસીડી અને અન્ય વસ્તુઓ મળી આવી છે.

super thief Bunty alias Devendra Singh
super thief Bunty alias Devendra Singh

બંટી પર દેશભરમાં 500થી વધુ ચોરી કરવાનો આરોપ છે. બંટી ચોરીની ઘટનાને લઈને દેશભરમાં એટલો જાણીતો છે કે તેના પર એક ફિલ્મ પણ બની છે, તેની સાથે આ વ્યક્તિ બિગ બોસમાં પણ ગયો છે. જોકે, તેણે બિગ બોસ અધવચ્ચે જ છોડી દીધું હતું. 2013માં કેરળના તિરુવનંતપુરમમાં એક બિઝનેસમેનના ઘરમાં ચોરી કરવા બદલ બંટીને 10 વર્ષની સજા પણ થઈ છે. બંટીએ વેપારીના ઘરમાંથી 28 લાખની કિંમતની કાર, લેપટોપ, બે મોબાઈલની ચોરી કરી હતી. કેરળ પોલીસે ચોરીની ઘટનાના છ દિવસ બાદ બંટીની ધરપકડ કરી હતી.

‘સુપર ચોર’ બંટીની ખાસ પેટર્ન

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બંટીએ ગુના છોડી દેવાની વાત પણ કરી હતી પરંતુ તેણે ફરી એકવાર ચોરીના બનાવોને અંજામ આપવાનું શરૂ કર્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંટી ચોરીની ઘટનાને ખાસ પેટર્નમાં અંજામ આપે છે. આ ચોર તેની તમામ ચોરીની ઘટનાઓ સવારે 2 થી સવારે 6 વાગ્યાની વચ્ચે કરે છે. કોઈપણ ઘરમાં પ્રવેશવા માટે, બંટી લાંબા સ્ક્રુડ્રાઈવર જેવા સાધનથી દરવાજો અથવા બારી ખોલવાનો પ્રયાસ કરે છે, આ સિવાય તે અન્ય કોઈ સાધનનો ઉપયોગ કરતો નથી. આ સિવાય બંટીના ટાર્ગેટ પર લક્ઝરી કાર, વિદેશી ઘડિયાળો, એન્ટીક ફર્નિચર, જ્વેલરી હોય છે.

Back to top button