ડભોઈની વસઈ પ્રાથમિક શાળાના આચાર્ય સહિત 5 લોકોને લાંચ લેતા એસીબીએ ઝડપ્યા, જાણો વિગતવાર

વડોદરા, તા. 2 જુલાઈ, 2025ઃ વડોદરામાં 2 આચાર્ય સહિત પાંચ લોકો લાંચ લેતા એસીબીના છટકામાં સપડાયા હતા. ડભોઈની વસઈ પ્રાથમિકા શાળાના આચાર્ય લાંચ લેતા ઝડપાયા હતા.ઓડિટમાં ક્વેરી ન કાઢવા ઓડિટરને લાંચ ઓફર કરી હતી. 2000ની લાંચ લેતા 2 આચાર્ય, 2 નિવૃત્ત શિક્ષકો, એક મહિલા સરકારી ઓડિટરને એસીબીએ રંગેહાથ ઝડપી લીધા હતા.
ફરિયાદી ગ્રુપ આચાર્ય તરીકે પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે. જેઓની શાળામાં સને ૨૦૨૧/૨૨ ના વર્ષનું ઓડિટ જયશ્રીબેન હીરાભાઈ સોલંકી દ્વારા મે/૨૦૨૫ માં કરવામાં આવ્યું હતું. જેનો ઓડિટ રિપોર્ટ આવવાનો બાકી છે. આ ઓડિટમાં કોઈ ક્વેરી ન કાઢવા બુદ્ધિસાગર સોમાભાઈ પટેલ, (નિવૃત્ત શિક્ષક)એ વસઈ ગ્રુપ પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ ભુપેન્દ્રભાઈ પટેલે ઓડિટરને રૂ. ૪૦,૦૦૦ આપવા માટે ડભોઇ તાલુકાના તમામ ગ્રુપ આચાર્ય પાસે રૂપિયા ૨,૦૦૦ લાંચની માંગણી કરી હતી. આ લાંચ તેઓ આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે ગોઠવવામાં આવેલા છટકામાં આરોપીઓ ઝડપાયા હતા.
આરોપી :-
(૧) ઘનશ્યામભાઈ ભુપેન્દ્રભાઈ પટેલ, હોદ્દો આચાર્ય, વસઈ પ્રાથમિક શાળા તા. ડભોઇ જી. વડોદરા, વર્ગ-૩.
(૨) બુદ્ધિસાગર સોમાભાઈ પટેલ, (નિવૃત્ત શિક્ષક), રહે. ડભોઇ જી. વડોદરા
(૩) મહેન્દ્રસિંહ ગણપતસિંહ સોલંકી, હોદ્દો, આચાર્ય ખૂંધિયાપુરા પ્રાથમિક શાળા, તા.ડભોઇ, જી. વડોદરા.
(૪) મુકુંદભાઈ બાબુભાઈ ચૌહાણ(નિવૃત્ત શિક્ષક), રહે. ડભોઇ જી. વડોદરા.
(૫) જયશ્રીબેન હીરાભાઈ સોલંકી, સરકારી ઓડિટર, રહે. ગોત્રી, વડોદરા
આ પણ વાંચોઃ સુરતઃ અલથાણમાં રૂ.૧.૬૦ કરોડના ખર્ચે દેશનું પ્રથમ સોલાર સંચાલિત બસ સ્ટેશન થયું તૈયાર, વર્ષે થશે આટલી બચત












