ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

CWG 2026 માં મોટો વિવાદ! ગ્લાસગોમાં ભારતના નકશામાંથી ‘નોર્થ ઈસ્ટ’ ગાયબ, બોક્સર લવલીનાનો ફાટ્યો ગુસ્સો

CWG 2026 controversy Lovlina Borgohain: ગ્લાસગોમાં રમાઈ રહેલી 2026 કોમનવેલ્થ ગેમ્સ (CWG 2026) માં ભારતીય બોક્સરોએ રિંગની અંદર શાનદાર પ્રદર્શન કરીને ઈતિહાસ રચ્યો છે. જોકે, રિંગ બહાર એક મોટો વિવાદ સામે આવ્યો છે.

ટોક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડાલિસ્ટ અને CWG 2026 માં મહિલા ૭૫ કિગ્રા ભારવર્ગમાં સિલ્વર મેડલ જીતનારી બોક્સર લવલીના બોરગોહેને ગ્લાસગોની એક પ્રખ્યાત ભારતીય રેસ્ટોરન્ટમાં એવું દ્રશ્ય જોયું જેનાથી તેનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો હતો. આ સમાચાર સામે આવતા જ સોશિયલ મીડિયા પર લોકોએ રેસ્ટોરન્ટને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

નેપકિન પર અધૂરો નકશો જોઈ ભડકી લવલીના

ફાઈનલ મુકાબલો ગુમાવવાના કારણે ગોલ્ડ મેડલ ન જીતી શકવાનો અફસોસ વ્યક્ત કરતા લવલીનાએ પોતાની આ સિલ્વર મેડલની સિદ્ધિ આસામના પૂર પીડિતોને સમર્પિત કરી હતી. રમતો પૂરી થયા બાદ ભારતીય બોક્સિંગ ટીમ ગ્લાસગોની જાણીતી ભારતીય રેસ્ટોરન્ટ ‘મિસ્ટર સિંગ્સ ઈન્ડિયા’ (Mr Singh’s India) ખાતે ડિનર માટે પહોંચી હતી.

પરંતુ ત્યાં ટેબલ પર રાખેલા નેપકિન પર નજર પડતાં જ ખુશીઓનું વાતાવરણ અચાનક ગરમાઈ ગયું હતું. આસામથી આવતી સ્ટાર બોક્સર લવલીના બોરગોહેનનું ધ્યાન ગયું કે રેસ્ટોરન્ટના નેપકિન પર ભારતનો જે નકશો છપાયેલો હતો, તેમાંથી સમગ્ર નોર્થ ઈસ્ટ (ઉત્તર-પૂર્વ ભારત)નો ભાગ જ ગાયબ હતો!

આ ગંભીર બેદરકારી સામે લવલીનાએ તુરંત જ નારાજગી વ્યક્ત કરતા ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, “રેસ્ટોરન્ટના નેપકિન પર છપાયેલા નકશામાંથી અમારું નોર્થ ઈસ્ટ ગાયબ છે. ભારતનો દરેક હિસ્સો અત્યંત મહત્વપૂર્ણ છે અને દરેક જગ્યાએ દેશનો સાચો અને સંપૂર્ણ નકશો જ દર્શાવવો જોઈએ.”

BFI પ્રમુખ અજય સિંહે કર્યો ખુલ્લો ટેકો

લવલીનાના આ વિરોધને ભારતીય બોક્સિંગ મહાસંઘ (BFI) ના પ્રમુખ અજય સિંહે પણ ખુલ્લો ટેકો આપ્યો હતો. તેમણે ખુલાસો કર્યો હતો કે આ નકશામાં માત્ર નોર્થ ઈસ્ટ જ નહીં, પરંતુ જમ્મુ-કાશ્મીરને પણ યોગ્ય રીતે દર્શાવવામાં આવ્યું નહોતું.

અજય સિંહે રેસ્ટોરન્ટ મેનેજમેન્ટ પાસે તાત્કાલિક આ નેપકિન હટાવવાની અને યોગ્ય નકશાનો ઉપયોગ કરવાની માંગ કરી છે. તેમણે ઉમેર્યું કે વિદેશમાં ભારતીય સંસ્કૃતિ અને ઓળખને પ્રોત્સાહન આપતા કોઈપણ સ્થળે આવી ગંભીર ભૂલો ચલાવી લેવાય નહીં.

આ પણ વાંચોઃ બ્રહ્મોઝ મિસાઈલનો વિશ્વમાં ડંકો! ફિલિપાઈન્સ બાદ હવે થાઈલેન્ડ પણ ખરીદશે ભારતનું બ્રહ્મોઝ

આ પણ વાંચોઃ અભિજીત દીપકેના ફંડિંગ પર સવાલ; ચૂંટણી પંચ સમક્ષ તપાસની ઉઠી માંગ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button