ટ્રેન્ડિંગનેશનલ

સોનિયા ગાંધી સામે FIRની માંગ કોર્ટે નકારી, નાગરિકતા વિના મતદાર કાર્ડ બનાવવાનો લગાવ્યો હતો આરોપ

નવી દિલ્હીઃ 11 સપ્ટેમ્બર, 2025: Sonia Gandhi Case: દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી વિરુદ્ધ નાગરિકતા મેળવતા પહેલા મતદાર યાદીમાં તેમનું નામ સામેલ હોવાનો આરોપ લગાવતી ફરિયાદને ફગાવી દીધી છે. કોર્ટે આ કેસમાં વકીલ દ્વારા દાખલ કરાયેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં પોલીસને FIR નોંધવા અને કેસની તપાસ કરવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી હતી.

ફરિયાદી વકીલે દાવો કર્યો હતો કે, સોનિયા ગાંધીએ 30 એપ્રિલ, 1983ના રોજ ભારતીય નાગરિકતા મેળવી હતી. પરંતુ, તેમનું નામ 1980ની દિલ્હી મતદાર યાદીમાં સામેલ હતું.

અરજદારે કર્યા સવાલ

અરજીમાં એવો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, જ્યારે સોનિયા ગાંધી ઈટલીના નાગરિક હતા, ત્યારે 1980માં તેમનું નામ મતદાર યાદીમાં કેવી રીતે સામેલ થયું હતું. 1982માં તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું હતું, પરંતુ તેની પાછળનું કારણ પણ સ્પષ્ટ નથી.

ફરિયાદીએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે, નાગરિકતા મેળવતા પહેલા સોનિયા ગાંધીનું નામ મતદાર યાદીમાં સામેલ કરવું એ ગંભીર અનિયમિતતા અને સંભવિત બનાવટીનો કેસ છે.

શું તેમણે નકલી દસ્તાવેજોનો કર્યો ઉપયોગ?

અરજીમાં એ પણ પૂછવામાં આવ્યું હતું કે, 1983માં નાગરિકતા મળ્યા પછી 1980માં મતદાર યાદીમાં તેમનું નામ સામેલ કરવા માટે કયા દસ્તાવેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શું તેમણે નકલી દસ્તાવેજોનો આશરો લીધો હતો?

ફરિયાદીએ કોર્ટને વિનંતી કરી હતી કે, દિલ્હી પોલીસને આ કેસની તપાસ કરવા અને FIR નોંધવાનો નિર્દેશ આપવામાં આવે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, સોનિયા ગાંધીએ એપ્રિલ 2023માં નાગરિકતા મેળવી હતી, જે મતદાર યાદીમાં તેમના નામ નોંધાયા પહેલાનું હતું. જોકે, તે સ્પષ્ટ નથી કે ફરિયાદીએ 1983 અને 2023ની વચ્ચે ભૂલ કરી હતી કે પછી તે ટાઇપિંગ ભૂલ હતી.

રાઉજ એવન્યુ કોર્ટે આ ફરિયાદ પર સંપૂર્ણ સુનાવણી બાદ પોતાનો ચુકાદો આપ્યો અને તેને ફગાવી દીધી. કોર્ટે ફરિયાદીના દાવાઓને પણ નકારી દીધા હતા.

આ પણ વાંચોઃ ભારતીય સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી લવસ્ટોરી OTT પર રિલીઝ થશે

આ પણ વાંચોઃ આનંદો…! સોનાના ભાવમાં ઘટાડો: જાણો 24 કેરેટ ગોલ્ડની કિંમત

Back to top button