ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાતમાં દરિયાકાંઠાની જમીનનું ધોવાણ વધ્યું, જાણો કેટલા કિ.મી ઘરા ધોવાઇ

  • ગુજરાતનો નકશો-ભૂગોળ બદલાઇ જશે તે દિવસો હવે દૂર નથી
  • જૂનાગઢ વિસ્તારમાં તો દરિયાકાંઠાના 66 ટકા જમીન ધોવાઇ
  • માનવસર્જીત પ્રવૃતિઓને લીધે દરિયાકાંઠે સ્થિતી ચિંતાજનક બની

ગુજરાતના દરિયાકાંઠાની જમીનનું ધોવાણ થઇ રહ્યું છે. સાથે સાથે જમીનમાં ખારાશનું પ્રમાણ વઘ્યુ છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રાલયના એક રિપોર્ટમાં ખુલાસો થયો છેકે, ગુજરાતના દરિયાકાંઠે 765 કિ.મી જમીનનું ધોવાણ થયુ છે.

ગુજરાતનો નકશો-ભૂગોળ બદલાઇ જશે તે દિવસો હવે દૂર નથી

આ પરથી સ્થિતી કેટલી હદે ચિંતાજનક છે તેનો અંદાજ લગાવી શકાય તેમ છે. જાણકારોનું માનવું છેકે, જો આ જ પરિસ્થિતિ રહી તો, ગુજરાતનો નકશો-ભૂગોળ બદલાઇ જશે તે દિવસો હવે દૂર નથી.

રાજ્ય સરકારે પણ તે દિશામાં અમલ કરવા તૈયારી કરી

વધતા ઔદ્યોગિકીકરણ અને ગેરકાયદેસર માઇનીંગ, વૃક્ષછેદન જેવી માનવસર્જીત પ્રવૃતિઓને લીધે દરિયાકાંઠે સ્થિતી ચિંતાજનક બની છે. લોકસભામાં રજૂ થયેલાં રિપોર્ટમાં એવા તારણો રજૂ થયા છેકે, ગુજરાતના દરિયાકાંઠાની જમીનમાં ખારાશનું પ્રમાણ ઘટે તે માટે એક કમિટીનું ગઠન કરાયુ હતુ જેના રિપોર્ટમાં એ વાતનો ખુલાસો થયો કે, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના 534 ગામોમાં 7,00,120 હેક્ટર જમીન ખારાશને લીધે પ્રભાવિત થઇ હતી. બીજી તરફ, દરિયાકાંઠા વિસ્તારોમાં જમીનમાં ખારાશનું પ્રમાણ ઘટાડવા માટે કેન્દ્ર સરકારે મે-2025ના રોજ એક માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. રાજ્ય સરકારે પણ તે દિશામાં અમલ કરવા તૈયારી કરી છે.

જૂનાગઢ વિસ્તારમાં તો દરિયાકાંઠાના 66 ટકા જમીન ધોવાઇ

ખારાશ નિવારણ માટે પગલા લેવાતા ગુજરાતમાં 87,860 હેક્ટર જમીનમાં ખારાશનું પ્રમાણ ઓછુ થયુ હતુ. એટલુ જ નહીં, ખેડૂતોને પણ ફાયદો પહોંચ્યો હતો. આ તરફ, નેશનલ એસેસમેન્ટ ઓફ શોરલાઇન ચેન્જનો રિપોર્ટ છેકે, ગુજરાતમાં ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી, પોરબંદર અને જામનગરના દરિયાકાંઠે જમીનનું ધોવાણ વધુ પ્રમાણમાં થઇ રહ્યુ છે. ભાવનગર વિસ્તારમાં જસપરા, મીઠી, વિરડી, થાલસર અને ગોધામાં જમીન ધોવાણ થયુ છે. જ્યારે ગીર સોમનાથમાં આદ્રી અને નવાપરામાં જમીન ધોવાઇ રહી છે. જૂનાગઢ વિસ્તારમાં તો દરિયાકાંઠાના 66 ટકા જમીન ધોવાઇ રહી હોવાનું તારણ બહાર આવ્યુ છે. અત્યાર સુધી ગુજરાતમાં દરિયાકાંઠાની 537 કીમી જમીન ધોવાઇ હતી જે વધીને હવે 765 કીમી સુધી પહોંચી છે જે ચિંતાનું કારણ બની રહ્યુ છે.

આ પણ વાંચો: અમદાવાદમાં કચરો અલગ ના કર્યો તો માલસામાન જપ્ત કરાશે 

Back to top button