ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

બોરિયાચ ટોલ પ્લાઝા પર કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ અને નવસારી ગ્રામ્ય PI વચ્ચે ઝપાઝપી?

નવસારી 11 જુલાઈ 2025: નવસારી જિલ્લાના બોરિયાચ ટોલ પ્લાઝા પર વાંસદા ધારાસભ્ય અનંત પટેલ અને નવસારી ગ્રામ્ય પોલીસ ઇન્સ્પેક્ટર (PI) વચ્ચે ઉગ્ર ઝપાઝપીની ઘટના સામે આવી છે. આ ઘટના ખરાબ રસ્તાઓના મુદ્દે હાઈવે બંધ કરવાના પ્રયાસ દરમિયાન બની હતી.
જાણકારી મુજબ, વાંસદાના કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ ખરાબ રસ્તાઓની સમસ્યાને લઈને બોરિયાચ ટોલ પ્લાઝા ખાતે હાઈવે બંધ કરાવવા પહોંચ્યા હતા. આ દરમિયાન નવસારી ગ્રામ્ય PIએ તેમને હાઈવે બંધ કરવાથી રોકવાનો પ્રયાસ કર્યો, જેને લઈને બંને વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. પરિસ્થિતિ વધુ વણસતા પોલીસે ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઘટનાએ સ્થાનિક રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે. અનંત પટેલે આ પહેલાં પણ આદિવાસી અધિકારો અને સ્થાનિક મુદ્દાઓને લઈને આક્રમક વલણ અપનાવ્યું હોવાનું જાણવા મળે છે. પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે, જ્યારે કોંગ્રેસ પક્ષ તરફથી આ ઘટનાને લઈને વિરોધના સૂર ઉઠવાની શક્યતા છે.
Back to top button