કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલનો 60મો જન્મદિવસ, આ નિવેદનથી રાજકીય ગરમાવો

રાજકોટ 11 જુલાઈ 2025: ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન અને પ્રખ્યાત સમાજસેવક નરેશ પટેલનો આજે 60મો જન્મદિવસ  ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે 6500થી વધુ મનોદિવ્યાંગ બાળકોને વિવિધ ભેટો આપવામાં આવશે. આ ભેટોમાં ટીવી, ફ્રીઝ, બેગ, કપડાં, ભોજન સામગ્રી સહિતની જરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે, જે સમાજના વંચિત વર્ગોના ઉત્કર્ષ માટે ટ્રસ્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
રાજકીય ખળભળાટ પર નરેશ પટેલનું નિવેદન
જન્મદિવસની ઉજવણીની સાથે નરેશ પટેલે તાજેતરના રાજકીય ખળભળાટ અંગે પણ નિવેદન આપ્યું. ખાસ કરીને, ઇટાલિયા અને અમૃતિયાના રાજીનામાં મુદ્દે તેમણે ટકોર કરી હતી. તેમણે જણાવ્યું કે, “પ્રજાએ પાંચ વર્ષ માટે ધારાસભ્ય બનાવ્યા છે, તો તેમણે તેમની ટર્મ પૂરી કરવી જોઈએ. જો કોઈ પ્રશ્ન કે સમસ્યા સમાધાન માટે મારી પાસે આવશે, તો હું તેનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીશ.”
નરેશ પટેલના આ નિવેદનથી રાજકીય વર્તુળોમાં ચર્ચાનો નવો દોર શરૂ થયો છે. તેમનો જન્મદિવસ નિમિત્તે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આયોજિત સેવાકીય પ્રવૃત્તિઓ અને તેમના સમાજ પ્રત્યેના યોગદાનને લોકો દ્વારા બિરદાવવામાં આવી રહ્યું છે.
Back to top button