આંતરરાષ્ટ્રીયટ્રેન્ડિંગ

માતાને બેસાડવા સોફાના બદલે કોફિન લઈને આવ્યો યુવક, અહેવાલ વાંચીને ચોંકી જશો

બેઈજિંગ, તા. 11 જુલાઈ, 2025:  ચીનમાં એક વ્યક્તિ પોતાની માતાને બેસાડવા માટે સોફા નહીં પણ કોફિન ખરીદીને ઘરે લઈ ગયો. કોફિન લઈ જવા માટે વ્યક્તિએ 16 લોકોને બોલાવ્યા હતા. સાથે જ એક બ્રાસ બેન્ડ પાર્ટી પણ આમાં સામેલ હતી. શું તમે જાણો છો કે આખરે આ વ્યક્તિએ આવું શા માટે કર્યું?

શખ્સે કોફિન ખરીદ્યા પછી તેના પર પોતાની 70 વર્ષની માતાને બેસાડીને સરઘસ કાઢીને ઘર સુધી ગયો હતો.  અંતિમયાત્રા કાઢવામાં આવે તેવી જ રીતે તેણે આ કર્યું હતું. કોફિનને 8 લોકોએ આગળથી અને 8 લોકોએ પાછળથી ઉપાડ્યું હતું. કોફિન પર 70 વર્ષની મહિલાને બેસાડવામાં આવી હતી. પછી પાછળ-પાછળ બેન્ડ વગાડતા બ્રાસ બેન્ડની ટુકડી ચાલી રહી હતી.

સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, આ ચીનના એક પરંપરાગત ગ્રામીણ લોક અનુષ્ઠાનની ઝલક હતી. દક્ષિણ ચીનના હુનાન પ્રાંતના ચાંગદેના તાઓયુઆન કાઉન્ટીના શુઆંગક્સિકોઉ કસબાના એક અજ્ઞાત વ્યક્તિએ પોતાની વૃદ્ધ માતાને કોફિનમાં ઘરે લઈ જવા માટે 16 મજૂરોને કામે રાખ્યા હતા. આ સરઘસ એવી આશામાં કાઢવામાં આવ્યું હતું કે આવું કરવાથી તેમની માતાની ઉંમર વધશે.

કોફિન પર બેઠેલી વૃદ્ધ મહિલાએ હાથમાં એક પંખો પકડી રાખ્યો હતો અને ખુશ જણાતા હતા. જ્યારે કોફિન તેમના ઘરે પહોંચી ત્યારે એક અનુષ્ઠાન કરવામાં આવ્યું. તેમાં ધૂપ પ્રગટાવીને પ્રસાદ ચઢાવવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ભાગ લેનાર સ્થાનિક ગ્રામીણ તાંગે ગુઇઝોઉ રેડિયો ટીવી સ્ટેશનને જણાવ્યું કે તેમણે આવા સમારોહ ત્રણ વાર જોયા છે.  તાંગે કહ્યું કે આ અનુષ્ઠાનનો મૂળ ઉદ્દેશ્ય પોતાના માતા-પિતા પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવી અને તેમની લાંબી આયુ માટે પ્રાર્થના કરવી છે. આ એક જૂની ગ્રામીણ પરંપરા છે. સામાન્ય રીતે વૃદ્ધો આનાથી ખૂબ ખુશ થાય છે, પરંતુ આજકાલ આટલું સામાન્ય નથી.

ચીની સંસ્કૃતિમાં, કોફિનને શુભ માનવામાં આવે છે. અહીં એવું માનવામાં આવે છે કે જીવિત વૃદ્ધ લોકોને કોફિન પર બેસાડવાથી તેમના આશીર્વાદ મળે છે અને તેઓ દીર્ઘાયુ થાય છે. સાથે જ આનો ઉદ્દેશ્ય ફક્ત ખુશી લાવવાનો છે.

આ પણ વાંચોઃ સુરતમાં બાઈકમાંથી સાપ નીકળ્યો, વરાછા વિસ્તારની ઘટના

Back to top button