અમદાવાદ: રિવરફ્રન્ટ ખાતે મિની બિહાર જોવા મળ્યું, ઈન્દિરા બ્રિજ ખાતે છઠ પૂજાની ધામધૂમથી ઉજવણી

અમદાવાદ 28 ઓક્ટોબર 2025: સૂર્ય ઉપાસનાના મહાપર્વ છઠ પૂજાની ધાર્મિક અને સાંસ્કૃતિક આસ્થાનું પ્રતીક એવી છઠ પૂજાની ઉજવણી અમદાવાદના ઇન્દિરા બ્રિજ ઘાટ ખાતે કરવામાં આવી હતી. ઉત્તર ભારતીય સમુદાય માટે વિશેષ મહત્વ ધરાવતો આ તહેવાર હજારો શ્રદ્ધાળુઓએ એકત્ર થઈને અસ્ત થતા સૂર્યની પૂજા કરી હતી.
નદીના કિનારે તૈયાર કરાયેલા આ ભવ્ય ઘાટ પર ધાર્મિક વિધિઓ, મહાઆરતી અને ભક્તિમય વાતાવરણથી સમગ્ર વિસ્તાર પવિત્ર બન્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા.
ઇન્દિરા બ્રિજ ખાતે સાંજે 4 વાગ્યાથી ઉત્તર ભારતના લોકો પૂજા માટે આવવાનું શરૂ કર્યું હતું. ઇન્દિરા બ્રિજ નીચે છઠ પૂજા માટે ખાસ ઘાટ તૈયાર કરવામાં આવ્યો હતો, જ્યાં મહિલાઓએ ધાર્મિક વિધિઓ સાથે પૂજા કરી. હજારોની સંખ્યામાં મહિલાઓ અને તેમના પરિવારજનો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: સાવધાન: સવારે 10 વાગ્યા સુધી ગુજરાતના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી












