વેનેઝુએલાની રાજધાની કારાકાસ પર અમેરિકી સૈન્યનો મોટો હુમલો, ફાઇટર પ્લેનમાંથી અનેક બોમ્બ ફેંકાયા

કારાકાસ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીના થોડા જ દિવસો બાદ જ વેનિઝુએલાની રાજધાની કારાકાસમાં અમેરિકી સૈન્યે જોરદાર હુમલો કર્યો. કારાકાસમાં ઓછામાં ઓછા 7 બોમ્બ ફૂટવાના અવાજ સાંભળાયા છે. અનેક વિમાનો નીચી ઊંચાઈ પર ઉડતા જોવા મળ્યા. જયારે વિસ્ફોટ થયો, ત્યારે લોકો પોતાના ઘરમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા.
ઉલ્લેખનીય છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વેનેઝુએલાની તેલ કંપનીઓ પર નવા પ્રતિબંધો લગાવ્યા છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગે વેનેઝુએલાના તેલ ઉદ્યોગ સાથે સંકળાયેલી ચાર કંપનીઓ પર પ્રતિબંધો લગાવ્યા છે. આ સાથે, આ ચાર કંપનીઓ સાથે સંકળાયેલા તેલ ટેન્કરોને વિસ્તૃત પ્રતિબંધોની યાદીમાં ઉમેરવામાં આવ્યા છે. અમેરિકન મીડિયા દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, અમેરિકાએ વેનેઝુએલા પર દબાણ લાવવા માટે આ પગલું ભર્યું છે. બુધવારે આ માહિતી આપતા, અમેરિકાના ટ્રેઝરી વિભાગના કાર્યાલયે જણાવ્યું હતું કે આ પ્રતિબંધ એરીઝ ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડ, કોર્નિઓલા લિમિટેડ, ક્રેપ મર્ટલ કંપની લિમિટેડ અને વિંકી ઇન્ટરનેશનલ લિમિટેડ તેમજ તેમના સંકળાયેલા જહાજો ડેલા, વેલિયન્ટ, નોર્ડ સ્ટાર અને રોઝાલિન્ડ પર લાદવામાં આવ્યો છે.
Multiple secondary explosions seen, while flames and smoke emanate from the Port of Caracas in Venezuela. pic.twitter.com/R8OJ4CsdHO
— OSINTdefender (@sentdefender) January 3, 2026
તે પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિએ સોમવારે ખાતરી આપી હતી કે યુએસે વેનેઝુએલાના એક ડોક પર હુમલો કર્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે તેનો ઉપયોગ બોટમાં ડ્રગ્સ લોડ કરવા માટે થતો હતો અને તે વેનેઝુએલા સામેનો પહેલો જમીન હુમલો હતો. તે વેનેઝુએલાના સૌથી મોટા નિકાસ અને તેના અર્થતંત્રને નુકસાન પહોંચાડવાનો એક માર્ગ હતો. યુએસ રાષ્ટ્રપતિએ અગાઉ વેનેઝુએલાની સરકારને આતંકવાદી સંગઠન ગણાવી હતી.
અમેરિકાનું કહેવું છે કે વેનેઝુએલા અને ઈરાન વચ્ચે બેલિસ્ટિક મિસાઈલ અને ડ્રોન ટેકનોલોજીનો મોટા પાયે વેપાર થયો છે. બીજી બાજુ, અમેરિકાએ આ ક્ષેત્રમાં પોતાની લશ્કરી હાજરી વધારી દીધી છે. અમેરિકાએ વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો, તેમની પત્ની, પરિવારના સભ્યો અને સહયોગીઓ પર પણ પ્રતિબંધો લાદ્યા છે.
આ પણ વાંચો: ચીનમાં ભુત ભગાડતી વખતે એક યુવતીનું મોત, માતા-બહેનને 3 વર્ષની સજા, જાણો શું છે મામલો?












