ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

CDSL અને NSDLએ નવી એપ લોન્ચ કરી, હવે ઇ-વોટિંગ થશે આસાન

મુંબઇ, 8 જુલાઇ, 2025: સેન્ટ્રલ ડિપોઝીટરી સર્વિસીઝ (CDSL) અને નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝીટરી (NSDL)એ રોકાણકારો માટે પોતાના રોકાણકાર એપમાં નવી સુવિધાઓ રજૂ કરી છે, તેનાથી શેરધારક કંપનીના મામલાઓ પર મતદાન કરતી વખતે તેમના દ્વારા કરવામાં આવેલા નિર્ણયોને આસાન બનાવશે.

આ એપ રોકાણકારોને CDSLના MyEasi એપ અને NSDLના Speed-e એપ પર ઉપલબ્ધ છે. આ પ્રોક્સી સલાહકાર કંપનીઓની ભલામણો અને સલાહને સીધા ઇ-વોટિંગ પ્લેટફોર્મમાં સંકલિત કરે છે. આ સુવિધા 7 જુલાઇ 2025થી શરૂ કરવામાં આવી છે. રોકાણકારોને તેમાં મુખ્ય સુવિધા એ હશે કે હવે કોર્પોરેટ પ્રસ્તાવો પર વિશેષજ્ઞોની સલાહ જોઇ શકે છે. તેના માટે હવે શેરધારકોએ અલગ અલગ વેબસાઇટ પર જવાની જરૂર પડશે નહી.

આનાથી તેમને મતદાન કરવામાં પણ મદદ મળશે. આ એપ સેબીની દેખરેખ હેઠળ છે. અગાઉ, આવી સુવિધા મુખ્યત્વે સંસ્થાકીય રોકાણકારો માટે ઉપલબ્ધ હતી. જ્યારે રિટેલ રોકાણકારોને મતદાન કરતા પહેલા સલાહ અને ભલામણો માટે ઘણી પ્રોક્સી સલાહકાર કંપનીઓની વેબસાઇટની મુલાકાત લેવી પડતી હતી. આ એપ દ્વારા, બધા નાના અને મોટા શેરધારકો નિષ્ણાત દ્વારા આપવામાં આવેલી સલાહ જોઈ શકશે અને યોગ્ય નિર્ણયો લઈ શકશે.

આ પ્રસંગે, બધા નાના અને મોટા રોકાણકારોને મૂડી બજાર વિશે માહિતી પૂરી પાડવા માટે એક માઇક્રો સાઇટ પણ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ 7 પ્રાદેશિક ભાષાઓમાં ઉપલબ્ધ છે, જ્યાં નિષ્ણાતો દ્વારા મૂડી બજાર અને રોકાણ વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં વધતા યુવા રોકાણકારો અને મહિલાઓ માટે બજાર અને તેમના રોકાણની સાચી માહિતી સરળ બનાવવાનો છે.

ત્રણ કંપનીઓ, સ્ટેકહોલ્ડર્સ એમ્પાવરમેન્ટ સર્વિસીસ, ઇન્સ્ટિટ્યૂશન ઇન્વેસ્ટર એડવાઇઝરી સર્વિસીસ (IIAS) અને ઇન ગવર્નન્સ રિસર્ચ, આ પહેલમાં હિસ્સો ધરાવે છે. આ પેઢી કંપની મેનેજમેન્ટ દ્વારા રજૂ કરાયેલા પ્રસ્તાવોનું વ્યાવસાયિક મૂલ્યાંકન સરળ બનાવે છે, જે રોકાણકારોને તેમના મતોનું મૂલ્ય સમજવામાં મદદ કરે છે.

આ બે એપ્સના લોન્ચ પ્રસંગે સેબીના ચેરમેન તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે આ પહેલ રિટેલ રોકાણકારોને સશક્ત બનાવવા તરફ એક મોટું પગલું છે. શેરહોલ્ડર વોટિંગ એ કંપની મેનેજમેન્ટને જવાબદાર રાખવાનો એક મહત્વપૂર્ણ માર્ગ છે અને સામૂહિક રિટેલ રોકાણકારોની ભાગીદારી શક્તિશાળી બની શકે છે. પાંડેએ જણાવ્યું હતું કે સેબી ઈ-વોટિંગ પ્રક્રિયાને સરળ બનાવવા માટે કામ કરી રહી છે, જે અગાઉ ખૂબ જ જટિલ અને સમય માંગી લેતી હતી, આ સંકલિત અને અનુકૂળ સિંગલ લોગિન સિસ્ટમ સાથે આ પ્રક્રિયા સરળ બનશે.

NSDLના ડેટા અનુસાર, છેલ્લા સાત વર્ષમાં, દેશમાં 72 ટકા ડીમેટ ખાતા 18 થી 35 વર્ષની વયના યુવાનોએ ખોલાવ્યા છે, જ્યારે 80 ટકા ડીમેટ ખાતા ટિયર 1 અને ટિયર 2 એટલે કે નાના શહેરો સાથે જોડાયેલા છે. જ્યારે 39 ટકા ડીમેટ ખાતા મહિલાઓના છે, જેમની ઉંમર 26 થી 45 વર્ષની વચ્ચે છે. આ દર્શાવે છે કે બજાર વિશે સાચી માહિતી આપવી કેટલી મહત્વપૂર્ણ છે. ડિજિટલાઇઝેશનને કારણે રોકાણ સરળ બન્યું છે, જેના કારણે રોકાણકારો નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો સાથે જોડાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ભારતીય ઇક્વિટી બજારનો નરમાઇ સાથે પ્રારંભ

Back to top button