ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ભારતીય ઇક્વિટી બજારનો નરમાઇ સાથે પ્રારંભ

મુંબઇ, 8 જુલાઇ, 2025: ભારતીય ઇક્વિટી બજારોમાં આજે અમેરિકા દ્વારા 14 દેશો પર લાદવામાં આવેલા ટેરિફને પગલે સેન્સેક્સ પાછલા બ્ંધ 83,442 સામે 53 પોઇન્ટ નીચે 83,387 પર ખુલ્યો છે, જ્યારે નિફ્ટી પાછલા બંધ 25,461 સામે 34 પોઇન્ટ નીચે 24,427 પર ખુલી હતી. હાલમાં સેન્સેક્સ અને નિફ્ટી અનુક્રમે 27 પોઇન્ટ અને 10 પોઇન્ટ પર ચાલી રહ્યા છે.

દરમિયાનમાં આજે ગિફ્ટ નિફ્ટીમાં ફ્લેટ પ્રારંભ બાદ હાલમાં (સવારે 8.59 કલાકે) 31 પોઇન્ટના વધારા સાથે ટ્રેડ થઇ રહી છે. જો કે એશિયા પેસિફિકના માર્કેટમાં મિશ્ર સંકેતો મળ્યા છે. અગાઉના ટ્રેડિંગ સેશમાં ભારતીય ઇક્વિટી બેન્ચમાર્ક ફ્લેટ બંધ આવ્યા હતા. જેમાં સેન્સેક્સ ફક્ત 9 પોઇન્ટ અને નિફ્ટી ફક્ત 0.30 પોઇન્ટ વધીને બંધ આવી હતી.

એશિયન માર્કેટ

ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પોતાના મહત્ત્વના ભાગીદાર એવા જાપાન અને દક્ષિણ કોરિયા સહિતના 14 દેશો પર તીવ્ર કર લાદ્યો હોવા છતાં જાપાનનો નિક્કેઇ 0.36 ટકા પ્રારંભિક ટ્રેડમાં વધ્યો હતો. જ્યારે ટોપીક્સ પણ 0.31 ટકા વધ્યો હતો. તેમજ દક્ષિણ કોરિયાનો કોસ્પી પણ 0.44 ટકા અને કોસડેક 0.19 ટકા વધ્યો હતો. જોકે ઓસ્ટ્રેલિયાનો S&P/ASX પ્રાદેશિક અહેવાલોને પગલે 0.44 ટકા ઘટ્યો હતો.

14 દેશોને મોકલવામાં આવેલા સત્તાવાર પત્રોમાં, ટ્રમ્પે તેમને કડક સ્વરમાં ચેતવણી આપી છે કે જો તેઓ બદલાની કાર્યવાહી તરીકે અમેરિકા પર ટેરિફ વધારશે. જેની સ્પષ્ટતામાં કહ્યુ કે , “જો તમે કોઈપણ કારણોસર તમારા ટેરિફ વધારશો, તો અમે તમે જેટલો વધારો કર્યો છે તેટલો જ કર ઉમેરીશું.

અમેરિકન માર્કેટ

અમેરિકન માર્કેટ્સમાં ગઇકાલે તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં મોટા ભાગના નિર્દેશાંકો ઘટીને બંધ આવ્યા હતા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.94 ટકા અને એસએન્ડપી 500 પણ 0.79 ટકા તેમજ નાસડેક કંપોઝિટ 0.92 ટકા ઘટીને બંધ આવ્યા હતા.

બીજી બાજુ ક્રૂડ ઓઇલના ભાવ પણ તણાવ હેઠળ રહ્યા હતા અને અગાઉના સત્રની તુલનામાં વધુ ઘટ્યા હતા. વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ 0.30 ટકા નીચે 67.72 ડોલર પર અને બ્રેન્ટ ક્રૂડ પણ 0.30 ટકા ઘટીને 69.3 ડોલર પર ક્વોટ થયું હતું.

આ પણ વાંચોઃ શેરબજારમાં નાના રોકાણકારોએ 2024-25માં ગુમાવ્યા 1.06 લાખ કરોડ, ડેરિવેટિવ ટ્રેડ પર સેબીનો ખુલાસો

Back to top button