ટોપ ન્યૂઝનેશનલ

CBSE રી-ઇવેલ્યુએશન પોર્ટલ પર સાઇબર હુમલાનો દાવો: 2 મિનિટમાં 15 લાખ હિટ્સ, વિદ્યાર્થીઓને અરજીમાં મુશ્કેલી

CBSE cyber attack: કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા 12મી ધોરણની ઉત્તરવહીઓના રી-ઇવેલ્યુએશન માટે શરૂ કરાયેલ ઓનલાઈન પોર્ટલને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. બોર્ડનું કહેવું છે કે પોર્ટલને સતત સાઇબર હુમલાઓનો સામનો કરવો પડી રહ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓને અરજી કરવાની પ્રક્રિયામાં મુશ્કેલી આવી રહી છે.

CBSEએ 2 જૂનથી રી-ઇવેલ્યુએશન માટેનું પોર્ટલ સક્રિય કર્યું હતું. શરૂઆતથી જ હજારો વિદ્યાર્થીઓએ એકસાથે અરજી કરવાની કોશિશ કરી હતી, જેના કારણે સિસ્ટમ પર ભારે લોડ પડ્યો હતો. બોર્ડના જણાવ્યા મુજબ, માત્ર 2 મિનિટમાં જ પોર્ટલ પર લગભગ 15 લાખ હિટ્સ નોંધાઈ હતી અને 1 લાખથી વધુ વખત ફાઇલોને ઍક્સેસ કરવાની કોશિશ કરવામાં આવી હતી.

CBSEએ આ સ્થિતિને “ડિનાયલ ઓફ સર્વિસ (DoS) એટેક” તરીકે ઓળખાવી છે. આવા હુમલામાં સર્વર પર અતિશય ટ્રાફિક લાવીને સિસ્ટમને ધીમી અથવા બંધ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. બોર્ડનું કહેવું છે કે આ પ્રકારના હુમલાઓને કારણે પોર્ટલની કામગીરી અસરગ્રસ્ત થઈ હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ વચ્ચે બોર્ડે જણાવ્યું કે 2 જૂનના બપોર સુધીમાં 16,000થી વધુ વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક રી-ઇવેલ્યુએશન માટે અરજી કરી લીધી છે. જોકે, અનેક વિદ્યાર્થીઓએ પોર્ટલ ખોલવામાં અને ફોર્મ સબમિટ કરવામાં મુશ્કેલીની ફરિયાદ કરી છે.

CBSEએ વધુમાં જણાવ્યું છે કે તેણે પોતાના ડિજિટલ પ્લેટફોર્મને વધુ મજબૂત બનાવ્યું છે. તેમાં સેશન ટાઈમ વધારવા, સર્વર ક્ષમતા સુધારવા અને ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અપગ્રેડ કરવા જેવા સુધારા કરવામાં આવ્યા છે, જેથી ભવિષ્યમાં વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે. બોર્ડે વિદ્યાર્થીઓને અપીલ કરી છે કે તેઓ ધીરજ રાખે અને એકસાથે ભારે લોડ ન બનાવે, જેથી સિસ્ટમ સરળતાથી કાર્યરત રહી શકે.

આ પણ વાંચો: ગુજરાત વહીવટી તંત્રમાં ફેરફાર: 6 વરિષ્ઠ અધિકારીઓને વધારાનો હવાલો, ખાલી વિભાગો માટે તાત્કાલિક વ્યવસ્થા

 

 

Back to top button