બિઝનેસ

Stock Market: શેરબજારમાં ‘બ્લેક મન્ડે’, સેન્સેક્સ-નિફ્ટીમાં ભારે ઘટાડો, રોકાણકારોના અબજો ધોવાયા!

Stock Market Closed With A Sharp Decline: શેરબજાર માટે આજે બ્લેક સન્ડે સાબિત થયો હતો. સવારે લાલ નિશાને ખુલતા જ રોકાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. સપ્તાહના પ્રથમ દિવસે જ નેગેટિવ ઈફેક્ટ જોવા મળી હતી. માર્કેટ ભારે ઘટાડા સાથે બંધ થયું હતું.

રોકાણકારો માટે ચિંતાજનક દિવસ રહ્યો

મધ્ય પૂર્વનો તણાવ વચ્ચે ભારતીય શેરબજારના રોકાણકારો માટે ચિંતાજનક દિવસ રહ્યો હતો. આજે (30 માર્ચ 2026) અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટી, બે ટકાથી વધુ ઘટ્યા હતા. સેન્સેક્સ 1,635.67 પોઈન્ટ અથવા 2.22 ટકા ઘટીને 71,947.55 પર જ્યારે નિફ્ટી 488.20 પોઈન્ટ અથવા 2.14 ટકા ઘટીને 22,331.40 પર બંધ થયો. રોકાણકારોના પોર્ટફોલિયોમાં રુપિયા 9 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

Indian stock markets witnessed a sharp fall on March 30, 2026, as rising Middle East tensions triggered panic selling. The BSE Sensex dropped over 1635 points while Nifty slipped below 22,400, wiping out nearly ₹9 lakh crore of investor wealth. Get the latest market updates and key reasons behind the decline
IMAGE : AI

બ્રેન્ટ ક્રૂડ 115 ડૉલર પ્રતિ બેરલને વટાવી ગયું

આજે વૈશ્વિક સંકેતોની અસર ભારતીય શેરબજારો પર જોવા મળી હતી. શુક્રવારે (27 માર્ચ 2026) વોલ સ્ટ્રીટમાં ઘટાડો થયો હતો. આજે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ 115 ડૉલર પ્રતિ બેરલને વટાવી ગયું છે. ડૉલર ઇન્ડેક્સ આજે 100ની આસપાસ છે. વધુમાં, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા નિયમો રૂપિયા પર અસર કરી રહ્યા છે, જેના કારણે બેંકિંગ શેરો દબાણ હેઠળ જોવા મળ્યા હતા. આ અઠવાડિયે, બે રજાઓને કારણે શેરબજારમાં ઓછા ટ્રેડિંગ દિવસો જોવા મળશે.

આ પણ વાંચો : સોનાની ચળકાટ અને ચાંદીની ચમક વધી, જાણો કેટલો થયો ભાવ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ શેરોમાં વધારો-ઘટાડો જોવા મળ્યો

આજે માર્કેટમાં બજાજ ફાઇનાન્સ, એક્સિસ બેંક, શ્રીરામ ફાઇનાન્સ, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ટરગ્લોબ એવિએશન નિફ્ટીમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો હતો, જ્યારે હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, કોલ ઇન્ડિયા, ઓએનજીસી અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના શેરોમાં વધારો જોવા મળ્યો હતો. ભારતીય ઇક્વિટી સૂચકાંકોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો જેના પગલે તમામ ક્ષેત્રોમાં ભારે વેચવાલી જોવા મળી હતી.

આ પણ વાંચો : આ અઠવાડિયે શેરબજાર ફક્ત 3 દિવસ જ ખુલ્લું રહેશે

Back to top button