
Gold-Silver Price Today: છેલ્લા ત્રણ દિવસના ઘટાડા બાદ, ચાંદી ₹30,881 અને સોનું ₹7,307 મોંઘું થયું છે. દિલ્હી અને મુંબઈ સહિત તમારા શહેરમાં 22K અને 24K સોનાનો આજનો ભાવ જાણો.
MCX પર સોનાની ચળકાટ વધી
MCX પર આજે (04 ફ્રેબ્રુઆરી 2026) સવારે 9:38 વાગ્યે સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,59,515 પર પહોંચ્યું હતું. આજે ₹5,706 અથવા 3.71 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. સોનું આજે ₹1,58,420 પર ખુલ્યું હતું, જ્યારે તેનો અગાઉનો બંધ ભાવ ₹1,53,809 પ્રતિ 10 ગ્રામ હતો.
ચાંદીમાં પણ જોરદાર તેજી
સોના ઉપરાંત ચાંદી પણ MCX પર જોરદાર ઉછાળા સાથે ટ્રેડ કરી રહ્યું છે. સવારે 9:35 વાગ્યે, ચાંદીનો ભાવ ₹2,81,317 પ્રતિ કિલો નોંધાયો હતો, જે ₹13,302 અથવા આશરે 4.96 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. ચાંદી આજે ₹2,78,015 પ્રતિ કિલો પર ખુલી હતી, જ્યારે તેનો અગાઉનો બંધ ભાવ ₹2,68,015 પ્રતિ કિલો હતો.
સોના-ચાંદીમાં ફરી મજબૂત રિકવરી
સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલા ઘટાડાનો ગઈકાલે અંત આવ્યો છે. મંગળવારે MCXમાં મજબૂત રિકવરી જોવા મળી હતી, જેમાં ચાંદી 13% વધીને બંધ થઈ અને સોનામાં 5%થી વધુનો ઉછાળો આવ્યો. જો તમે લગ્ન માટે ઘરેણાં ખરીદવાનું અથવા આજે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો, તો સોના અને ચાંદીના લેટેસ્ટ રેટ પર નજર રાખવી મહત્વપૂર્ણ છે.
સોના-ચાંદીમાં ફરી તેજી જોવા મળી
નોંધનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર રીતે અસ્થિરતા જોવા મળી છે. 29 જાન્યુઆરી, 2026ના રોજ સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ (All-time High) પર પહોંચ્યા હતા, ત્યારબાદ સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઘટાડો (Gold Silver Price Crash) થયો હતો અને હવે ફરી તેજી જોવા મળી રહી છે.












