સંભલમાં ફરી બુલડોઝર ચાલશે, 80 ઘરો અને એક મસ્જિદ તોડી પાડશે, લાગાવ્યા લાલ નિશાન

ઉત્તર પ્રદેશ 8 ઓક્ટોબર 2025: સંભલમાં ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી ચાલુ છે. એક પછી એક ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ફેરવાવમમાં આવી રહ્યું છે. તેનાથી ગેરકાયદે દબાણ કરનારાઓમાં ગભરાટ ફેલાયો છે. સંભલ જિલ્લાના રયા બુઝુર્ગ ગામમાં ગેરકાયદેસર મસ્જિદ અને લગ્ન હોલ તોડી પાડ્યા બાદ, હવે વહીવટીતંત્રે જિલ્લાના સદર તહસીલ વિસ્તારના મોહલ્લા હાતિમ સરાયની સરકારી તળાવની જમીન પર બનેલા લગભગ 80 મકાનો સાથે મસ્જિદ પર બુલડોઝર કાર્યવાહી કરવાની તૈયારી કરી લીધી છે. વહીવટીતંત્રનું કહેવું છે કે ભૂ-માફિયાઓએ અહીં અનધિકૃત રીતે પ્લોટિંગ કર્યું છે. બધાને નોટિસ ફટકારવામાં આવી છે.
નોટિસ ફટકારીને કાર્યવાહી શરૂ
સંભાલમાં 80 ગેરકાયદેસર મકાનો અને એક મસ્જિદ તોડી પાડવા માટે બુલડોઝરનો ઉપયોગ કરવામાં આવશે. વહીવટીતંત્રે નોટિસ લગાવી છે અને દસ્તાવેજો માંગ્યા છે. સરકારી તળાવની જમીન પર બનેલા મકાનો સામે વહીવટીતંત્રની કાર્યવાહી વધુ તીવ્ર બની છે. તહસીલદાર વહીવટીતંત્રની ટીમે 40 ઘરોને લાલ નિશાનથી ચિહ્નિત કર્યા છે. નોટિસ લગાવ્યા પછી, વહીવટીતંત્રની ટીમે ઘરોને લાલ નિશાનથી ચિહ્નિત કર્યા છે. ઘરોની સાથે, હાતિમ સરાય મસ્જિદ પર પણ લાલ નિશાન લગાવવામાં આવ્યું છે. ઘરો સાથે મસ્જિદને તોડી પાડવામાં આવશે.
તહસીલદારે રહેવાસીઓ પાસેથી દસ્તાવેજો મંગાવ્યા
તહસીલદાર ધીરેન્દ્ર પ્રતાપ સિંહ ઘટનાસ્થળે પહોંચ્યા, નિરીક્ષણ કર્યું અને સ્થાનિક રહેવાસીઓ સાથે વાત કરી, ઘરો માટે જરૂરી દસ્તાવેજો માંગ્યા. વહીવટીતંત્રની બુલડોઝર કાર્યવાહીથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો છે. બુધવારે, વહીવટીતંત્રે આઠ વિઘા તળાવની જમીન પર બનેલા 80 ઘરોને બુલડોઝરથી તોડી પાડવાનું શરૂ કર્યું. લાલ રંગથી ચિહ્નિત થયેલા બધા ઘરોને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા છે. આ ઘટના સદર તહસીલ વિસ્તારના હાતિમ સરાય વિસ્તારમાં બની હતી, જ્યાં ઘરો અને એક મસ્જિદ બંને ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર આ બધા ગેરકાયદેસર ઘરોને બુલડોઝરથી તોડી પાડશે.
આ પણ વાંચો: અમદાવાદમાં ભયાનક અકસ્માત: બેફામ કારે 4થી5 લોકોને ગંભીર ઇજા પહોંચાડી, ડ્રાઇવર નશામાં હોવાનો આરોપ












