ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ભોજપુરી સ્ટાર પવન સિંહ વિરુદ્ધ ભાજપની મોટી કાર્યવાહી: પાર્ટીમાંથી કરી હકાલપટ્ટી, જાણો કારણ

Text To Speech
  • પવન સિંહ NDAના સત્તાવાર ઉમેદવાર વિરુદ્ધ સ્વતંત્ર ઉમેદવાર તરીકે લડી રહ્યા છે ચૂંટણી 

નવી દિલ્હી, 22 મે: ભોજપુરી સ્ટાર પવન સિંહ વિરુદ્ધ બીજેપીએ મોટી કાર્યવાહી કરી છે. ભાજપે પવન સિંહને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. મહત્ત્વપૂર્ણ છે કે, પવન સિંહ NDAના સત્તાવાર ઉમેદવાર સામે સ્વતંત્ર ઉમેદવાર તરીકે લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. પાર્ટીએ ક્યાં કારણોસર પવન સિંહને પાર્ટીમાંથી હાંકી કાઢ્યા છે. તેણી પણ પાર્ટીએ માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે અગાઉ પવન સિંહને લોકસભાની ટિકિટ આપી હતી પરંતુ પવન સિંહે ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો હતો. આ પછી પવન સિંહે કારાકાટ લોકસભા બેઠક પરથી સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

 

ભાજપે શું કારણ આપીને પવન સિંહની હંકાલપટ્ટી કરી?

ભાજપે એક પત્ર જારી કરીને કહ્યું છે કે, ‘તમે લોકસભા ચૂંટણીમાં NDAના અધિકૃત ઉમેદવાર સામે ચૂંટણી લડી રહ્યા છો. તમારું આ કામ પક્ષ વિરોધી છે. જેના કારણે પાર્ટીની ઈમેજ ખરડાઈ રહી છે અને તમે પાર્ટી શિસ્ત વિરુદ્ધ આ કામ કર્યું છે. જેથી આ પક્ષ વિરોધી કૃત્ય બદલ માનનીય પ્રદેશ પ્રમુખના આદેશ મુજબ આપને પક્ષમાંથી હાંકી કાઢવામાં આવે છે.”

આ પણ જુઓ: શિવરાજસિંહ ચૌહાણે નેહરુ પર દેશ તોડવાનો લગાવ્યો આરોપ, કહ્યું- PM મોદી PoKને પરત લાવશે

Back to top button