ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શિવરાજસિંહ ચૌહાણે નેહરુ પર દેશ તોડવાનો લગાવ્યો આરોપ, કહ્યું- PM મોદી PoKને પરત લાવશે

  •  ચૂંટણી વચ્ચે ભાજપના વિવિધ નેતાઓ વારંવાર કાશ્મીરને પાકિસ્તાનના કબજામાંથી જલ્દી મુક્ત કરાવવાની કરી રહ્યા છે વાત 

નવી દિલ્હી, 22 મે: લોકસભા ચૂંટણી 2024 વચ્ચે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(PoK) એક મોટો મુદ્દો બની ગયો છે. ભારતીય જનતા પાર્ટીના વિવિધ નેતાઓ વારંવાર કાશ્મીરને પાકિસ્તાનના કબજામાંથી જલ્દી મુક્ત કરાવવાની વાત કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે પણ પીઓકેને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે, જો ત્રીજી વખત વડાપ્રધાન તરીકે ચૂંટાશે તો મોદી પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK) પરત લઈ લેશે. આ સાથે શિવરાજે ભારતના પહેલા પીએમ જવાહરલાલ નેહરુની કાશ્મીર નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે, ભગવાને PM મોદીને દેશમાંથી દુષ્ટતા ખતમ કરવા માટે મોકલ્યા છે. કોંગ્રેસ અને નેહરુએ દેશને તોડવાનું પાપ કર્યું છે.

નરેન્દ્ર મોદી દેશને સાથે લાવશે: શિવરાજ

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણે મંગળવારે દક્ષિણ દિલ્હી ભાજપના ઉમેદવાર રામવીરસિંહ બિધુરીના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરી હતી. અહીં તેમણે ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પર દેશને તોડવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને એક સાથે લાવશે. શિવરાજસિંહ ચૌહાણે એમ પણ કહ્યું કે, ભગવાને પીએમ મોદીને દેશમાંથી દુષ્ટતા ખતમ કરવા માટે મોકલ્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ દેશ સમૃદ્ધ થયો છે અને વિશ્વ નેતા બનવા તરફ આગળ વધી રહ્યો છે.

કોંગ્રેસ અને નેહરુએ દેશને તોડ્યો: શિવરાજ

શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, કોંગ્રેસ અને નેહરુએ દેશને તોડવાનું પાપ કર્યું. જો નેહરુએ 1947નું યુદ્ધ અટકાવ્યું ન હોત અને તેને વધુ ત્રણ દિવસ ચાલુ રાખવા દીધું ન હોત તો આજે આખું કાશ્મીર ભારતનો ભાગ હોત અને PoK ન હોત. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, વિદેશ મંત્રી એસ જયશંકર સહિત ઘણા નેતાઓ પીઓકેને લઈને નિવેદન આપી ચુક્યા છે.

PoK ભારતનો ભાગ છે: અમિત શાહ

આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અને બીજેપી નેતા અમિત શાહે કહ્યું હતું કે, PoK ભારતનો ભાગ છે અને તેના પર અમારો અધિકાર છે, તેને કોઈ નકારી શકે નહીં. ફારુક અબ્દુલ્લા અને કોંગ્રેસના નેતાઓ આજે કહી રહ્યા છે કે પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બ છે. પીઓકેની માંગ કરશો નહીં. હું તેમને પૂછવા માંગુ છું કે શું 130 કરોડની વસ્તી ધરાવતો દેશ કોઈના ડરથી પોતાના અધિકારો છોડી દેશે? રાહુલ ગાંધીએ જણાવવું જોઈએ કે પાકિસ્તાનના સન્માનની વાત કરીને તેમની પાર્ટીના લોકો શું કહેવા માંગે છે?

આ પણ જુઓ: જજના નામે ગુંડાગીરી કરતા વ્યક્તિની ધરપકડ, જૂઓ પોલીસ કાર્યવાહીનો વીડિયો

Back to top button