ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડાને સ્થાને કોની નિમણૂક કરવી તે મામલે કોકડુ ગૂંચવાયુ

- ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખને લઇને આંતરિક ખેચતાણ
- અમિત શાહ, આનંદીબેન પટેલ અને સી.આર.પાટીલ જૂથનું લોબિંગ
- કયુ જૂથ ફાવશે તે 20 તારીખ પછી ખબર પડશે
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષની નિમણૂકને લઇને દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ પર બેઠકોનો દોર ચાલ્યો હતો. રાષ્ટ્રીય અઘ્યક્ષની પસંદગી પછી તરત જ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનુ નામ જાહેર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. જોકે, ગુજરાતમાં ભાજપ પ્રદેશ પ્રમુખને લઇને આંતરિક ખેચતાણ જામી છે.
અત્યારે તો સૌની નજર દિલ્હી પર નજર મંડાઇ છે
અમિત શાહ, આનંદીબેન પટેલ અને સી.આર.પાટીલ જૂથ રાજકીય લોબિંગ કરી રહ્યુ છે. હવે કયુ જૂથ ફાવશે તે 20મી પછી ખબર પડશે. અત્યારે તો સૌની નજર દિલ્હી પર નજર મંડાઇ છે.
જે.પી.નડ્ડાને સ્થાને કોની નિમણૂક કરવી તે મામલે કોકડુ ગૂંચવાયુ
ભાજપના રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી.નડ્ડાને સ્થાને કોની નિમણૂક કરવી તે મામલે કોકડુ ગૂંચવાયુ છે. દિલ્હીમાં ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતીમાં પ્રધાનમંત્રી નિવાસસ્થાને ચર્ચાનો દોર ચાલ્યો હતો. હવે કોના નામ પર પસંદગીનો કળશ ઢોળાશે તે હજુ નક્કી થઇ શક્યુ નથી. ગુજરાતમાં પણ ઓબીસી નેતાને ભાજપનું સુકાન સોંપાય તેમ છે. જોકે, એવી ચર્ચા છેકે, અમિત શાહ પોતાના જૂથના વ્યક્તિને પ્રમુખ પદ અપાવવા સક્રિય થયાં છે.
ગુજરાત ભાજપ પ્રદેશ કોણ બનશે તે વાતને લઇને તર્કવિતર્ક મંડાયા
કેન્દ્રીય મંત્રીપદ મેળવ્યાં પછી સી.આર.પાટીલ ગુજરાતમાં પોતાનો રાજકીય દબદબો કાયમ રાખવા મથામણ કરી રહ્યાં છે કેમ કે, હવે પછી જે ગુજરાત પ્રદેશ પ્રમુખ આવશે તે પાટીલના માનીતાઓને જ નહીં, આખી દક્ષિણ ગુજરાત લોબીને સાઇડલાઇન કરે તેવી સંભાવના પ્રવર્તી રહી છે. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગુજરાતના આંટાફેરા વધાર્યાં છે. સાથે સાથે તેમણે વડાપ્રધાન મોદી અને અમિત શાહની પણ મુલાકાત કરી છે. જે સૂચક મનાઇ રહ્યુ છે. આમ, ગુજરાત ભાજપ પ્રદેશ કોણ બનશે તે વાતને લઇને તર્કવિતર્ક મંડાયા છે.
આ પણ વાંચો: ગુજરાત : 30 લાખના લાંચ કેસમાં આરોગ્ય વિભાગના અધિક સચિવની ધરપકડ, 3 દિવસના રિમાન્ડ મંજૂર












